ETV Bharat / state

Porbandar Crime : જામનગરની નર્સિંગ કોલેજમાં એડમિશનની લાલચે પોરબંદરની વિદ્યાર્થિનીઓ 56000માં છેતરાઈ - બગવદર પોલીસમાં ફરિયાદ

જામનગરની નર્સિંગ કોલેજમાં એડમિશનની લાલચે પોરબંદરની 4 વિદ્યાર્થિની સાથે 56000 રુપિયાની છેતરપિંડી સામે આવી છે. જામનગરના બે ભેજાબાજોએ એડમિશન ખાતરી આપી રુપિયા લઈ લીધા બાદ એડમિશન અપાવ્યું જ નહીં. ભેજાબાજો સામે વાલીએ બગવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Porbandar Crime : જામનગરની નર્સિંગ કોલેજમાં એડમિશનની લાલચે પોરબંદરની વિદ્યાર્થિનીઓ 56000માં છેતરાઈ

author img

By ETV Bharat Gujarati Team

Published : Jan 13, 2024, 9:27 PM IST

બગવદર પોલીસમાં ફરિયાદ નોંધાવી

પોરબંદર : જામનગરના બે ભેજાબાજોએ પોરબંદર જિલ્લાની 4 વિદ્યાર્થીનીઓને જામનગરની એમપી શાહ કોલેજના નર્સિંગ કોર્સમાં એડમિશન અપાવી દેવાની ખાતરી આપીને "ગુગલ પે" તેમ રોકડ રકમ દ્વારા લગભગ અડધા લાખથી વધુ રૂપિયાની છેતરપિંડી અને વિશ્વાસઘાત કર્યાની ફરિયાદ વિદ્યાર્થીનીના વાલીએ બગવદર પોલીસમાં નોંધાવી છે.

નર્સિંગ કોલેજમાં એડમિશન : હાલ અનેક ભેજાબાજો શોર્ટકટથી રૂપિયા કમાવવાના કિમિયા અજમાવી રહ્યા છે. જેમાં ખરાઈ ન રહે તો રૂપિયા ખંખેરાય જાય છે. નર્સિંગમાં એડમિશન આપવાના બહાને પોરબંદરની ચાર વિદ્યાર્થિનીઓ છેતરપિંડીનો ભોગ બની છે. આ અંગેની પ્રાપ્ત વિગતો અનુસાર પોરબંદર જિલ્લામાં બખરલા ગામમાં 2023માં બનેલી ઘટના અંગે 12 જાન્યુઆરી 2024ના રોજ ફરિયાદ કરવામાં આવી છે.

વિદ્યાર્થિનીઓ 56000માં છેતરાઈ : છેતરામણીનો ભોગ બનેલી વિદ્યાર્થિનીઓમાંથી એકના વાલી મેરુભાઈ ખૂંટીએ બગવદર પોલીસ સ્ટેશનમાં અલ્પેશ હરિદાસ દેવમુરારી અને મનસુખભાઇ વી કણજારીયા સામે આઇપીસી કલમ 406, 420, 114 મુજબ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર આરોપીઓએ ફરિયાદીની દીકરી સહિત ચાર વિદ્યાર્થિનીઓ ચારેયને જામનગરની નર્સિંગ કોલેજ એમ.પી.શાહ નર્સિંગ કોલેજમાં એડમિશન અપાવી દેવાની ખાત્રી આપી હતી. જે માટે 56000 ગૂગલપે દ્વારા તથા રોકડા લઇ લીધાં હતાં. જે બાદ નર્સિંગ કોલેજના કોર્સમાં એડમીશન નહી અપાવીને વિદ્યાર્થિનીઓ સાથે છેતરપિંડી કરી હતી. આ અંગે બગવદર પીએસઆઇ એ એસ બારાએ તપાસ હાથ ધરી છે.

છેલ્લાં છ મહિનાથી આ બન્ને શખસો ખોટા મેડિકલ કોલેજના સર્ટી બતાવી પ્રોસેસ થઈ રહી છે તેમ જણાવી રૃપિયા પડાવી લીધા છે. હજુ 15 થી 20 વિદ્યાર્થીનીઓ આ ભેજાબાજોના કારરસ્તાન નો ભોગ બની હોય તેવુ લાગી રહ્યું છે..વિદ્યાર્થિનીના પિતા ( ફરિયાદી, પોરબંદર )

વિદ્યાર્થીનીઓની વેદના : છેતરપિંડીનો ભોગ બનનાર વિદ્યાર્થિનીએ જણાવ્યું હતું કે 12 પાસ બાદ નર્સિંગમાં જવાની ઈચ્છા હતી. પરંતુ આમારી સાથે આ રીતે છેતરપિંડી થતા હતાશ બની ગઇ છે. તેણે પોલીસને વિનંતી કરી હતી કે આ લોકો સામે કડક કાર્યવાહી કરે.

  1. નવસારીમાં પદ્માવતી ફીન વેક્સ નિધિ લિમિટેડ નામની કંપનીની કરોડોની છેતરપિંડી
  2. Kheda Crime : નડીયાદમાં સરકારી નોકરીની લાલચ આપી 53 લાખની છેતરપિંડી

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.