પોરબંદરઃ જિલ્લાના છાયામાં રહેતા 39 વર્ષના મહિલાને તથા વ્રજભૂમિ સોસાયટીમાં રહેતા 32 વર્ષના પુરુષને અને કડછ ગામે રહેતા 26 વર્ષના પુરુષનો કોરોના પોઝિટિવ આવ્યો છે. ત્યારે મંગળવારના રોજ કુલ 04 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. ત્યારે કોરોનાના કારણે 2 મોત થતા અત્યાર સુધીમાં મોતનો આંકડો 58 સુધી પહોંચ્યો છે.
![કોરોના અપડેટ: પોરબંદરમાં મંગળવારના રોજ 3 કેસ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-04-corona-update-10018_22092020200815_2209f_1600785495_374.jpg)
પોરબંદરમાં હાલ એક્ટિવ દર્દીઓની સંખ્યા 42 દર્દી છે, જેમા 22 દર્દીઓ પોરબંદર હોસ્પિટલ ખાતે covid કેર સેન્ટર ખાતે એક દર્દી તથા અન્ય જિલ્લા રાજ્ય ખાતે 13 દર્દીઓ તથા પોરબંદર જિલ્લાથી કરેલ હોમ આઇસોલેશનમાં 04 દર્દી અને અન્ય જિલ્લામાંથી કરેલ હોમ આઇસોલેશન 00 દર્દી તથા સ્ટેટ્સ પેન્ડિંગ રિપોર્ટ 02 દર્દીઓ છે.