પોરબંદર: જિલ્લામાં શનિવારે કોરોનાના વધુ ચાર પોઝિટિવ કેસ નોંધાયા છે. જેથી જિલ્લામાં કોરોનાનો આંક 447 પર પહોચ્યો છે. સાથે જ શનિવારે કોરોનાના 2 દર્દીના મોત થયા છે. જેથી જિલ્લામાં કોરોનાના કારણે મૃત્યુ પામેલા દર્દીઓનો આંક 34 થયો છે.

શનિવારે 30 દર્દીઓ સ્વસ્થ થતા તેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. હાલ જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ 75 એક્ટિવ દર્દીઓ છે.