પોરબંદર: શહેરમાં શુક્રવારે કોરોના વધુ 20 પોઝિટિવ કેસ નોંધાયા છે. આ સાથે જ પોરબંદકમાં કોરોનાનો કુલ આંક 366 થયો છે. 17 દર્દીઓએ કોરોનાને માત આપતા હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. અત્યાર સુધીમાં કોરોનાને કારણે 25 લોકોના મોત થયા છે. હાલ પોરબંદર જિલ્લામાં કોરોનાના 96 એક્ટિવ છે.
જિલ્લામાં જાહેરમાં માસ્ક ન પહેરવાના અને જાહેરમાં થૂંકવા બદલ શુક્રવારે 65 લોકોને દંડાયા હતા. તેમની પાસેથી 64500 રૂપિયા દંડની રકમની વસુલાત કરી હતી.