પોરબંદર કોરોના અપડેટ : જિલ્લામાં નવા 17 કેસ નોંધાયા - Gujarat Corona Abdet
પોરબંદરમાં 1 ઓગસ્ટના રોજ 26 સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા હતા જેમાંથી 16નો રિપોર્ટ નેગેટિવ અને 9નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એક પેન્ડિંગ રિપોર્ટ જામનગર ખાતે મોકલવામાં આવ્યો છે.
પોરબંદર: પોરબંદરમાં 1 ઓગસ્ટના રોજ 26 સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા હતા જેમાંથી 16નો રિપોર્ટ નેગેટિવ અને 9નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. એક પેન્ડિંગ રિપોર્ટ જામનગર ખાતે મોકલવામાં આવ્યો છે.
જ્યારે ફરી એક પોઝિટિવ કેસ જામનગરથી આવ્યો છે અને તારીખ 29 જુલાઈના રોજ 127 સેમ્પલ જામનગર ખાતે મોકલવામાં આવ્યા હતા તેમાંથી આવ્યો છે. આ ઉપરાંત 30 જુલાઈના રોજ 80 સેમ્પલ મોકલવામાં આવ્યા હતા. જેમાંથી સાત પોઝિટિવ આવતા કુલ 17 કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યા છે.
પોરબંદરમાં પોઝિટિવ આવેલા કેસમાંથી કેદારનાથ મંદિર છાયા 70 વર્ષના પુરુષને, ભાગ્યોદય શોપિંગ હિંગળાજ મંદિર નજીક 48 વર્ષના પુરુષને, લંકેશ્વર મહાદેવ મંદિર શીતલા ચોક નજીક રહેતા 42 વર્ષની મહિલાને, સાધના ફોટો સ્ટુડિયો પાસે રહેતાં 40 વર્ષના પુરુષને, જુરીબાગ પોરબંદર પાસે રહેતી 65 વર્ષની મહિલાને, ધરમપુર પોરબંદરમાં રહેતી 30 વર્ષની મહિલાને, સ્વામિનારાયણ ગુરુકુળ છાયા પાસે રહેતા 30 વર્ષના પુરુષને, મીલપરા બાલવીર કૃપા પાસે રહેતા 50 વર્ષના પુરુષને, રાણાવાવ મેઈન બજારમાં રહેતા 48 વર્ષના પુરુષને, ગાયત્રી નગર સ્વામિનારાયણ મંદિરની બાજુમાં રહેતા જૂનાગઢના 75 વર્ષના અને પોરબંદરના કડિયા પ્લોટ શેરી નંબર 7માં રહેતા 28 વર્ષની મહિલાને, વાડી વિસ્તાર નટવર નગર પોરબંદરમાં રહેતી 27 વર્ષની મહિલાને, પોરબંદરના લક્ષ્મીનગર પ્રાગજી આશ્રમ પાસે 57 વર્ષના પુરુષને, પોરબંદરના મેમણવાડામાં રહેતી 22 વર્ષની મહિલાને, ક્રિકેટ ગ્રાઉન્ડ પાસે રહેતા 26 વર્ષીય પુરુષને, સુતારવાડા નજીક સાટી બજારમાં રહેતા 78 વર્ષના પુરુષને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવ્યો છે.
તમામના ઘરની આસપાસ કન્ટેનમેન્ટ ઝોન વિસ્તાર જાહેર કરી આરોગ્ય વિભાગ દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.