પોરબંદર: જિલ્લામાં સતત કોરોના સંક્રમણ વધી રહ્યું છે. ત્યારે મંગળવારે 13 નવા કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. આ સાથે એક વ્યક્તિનું મોત નીપજ્યું હતું.
પોરબંદર જિલ્લામાં આવેલા કુલ 13નો વધારો થતાં કુલ 261 કેસ પોરબંદર જિલ્લામાં તથા અન્ય જિલ્લા અને રાજ્ય ખાતે આવેલા પોરબંદરના 61 કેસ મળી કુલ 332 કેસ અત્યાર સુધી નોંધાયા છે.
પોરબંદર કોરોના અપડેટ
કુલ પોઝિટિવ કેસ - 332
કુલ એક્ટિવ કેસ - 76
કુલ ડિસ્ચાર્જ - 231
કુલ ક્વોરેન્ટાઈન વ્યક્તિ - 147
કન્ટેન્ટમેન્ટ ઝોન - 83
કુલ મૃત્યુ - 25
પોરબંદર પોરબંદર જિલ્લામાં નવા નોંધાયેલા 13 કેસ સાથે કુલ પોઝિટિવ કેસનો આંકડો 261 પહોંચ્યો છે. જ્યારે અન્ય જિલ્લા કે રાજ્યમાંથી પરત ફરેલા લોકોનો સમાવેશ કરીએ તો આ આંકડો 332 છે.
પોરબંદરમાં અત્યાર સુધીમાં કુલ 231 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જેમાં પોરબંદર જિલ્લાના 191 તથા અન્ય જિલ્લા રાજ્ય ખાતે 30 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
પોરબંદરમાં હાલ કોરોનાના 76 એક્ટિવ કેસ છે. જેમાં પોરબંદર હોસ્પિટલ ખાતે 31 કોવિડ કેર સેન્ટર ખાતે 4 અન્ય જિલ્લા રાજ્યમાં 26 હોમ એસોલેશનમાં 12 અને સ્ટેટસ પેન્ડીંગમાં 3 દર્દીઓ છે.
પોરબંદરમાં મંગળવારે 395 સ્વોબ રીપોર્ટ ટેસ્ટ લેવામાં આવ્યા હતા. આ ઉપરાંત પોરબંદરમાં જાહેરમાં માસ્ક ન પહેરવાના અને જાહેરમાં થૂંકવાના કુલ કેસ 65 થયા હતા. જેમાં દંડ વસૂલાતની રકમ 64,500 છે.
પોરબંદરમાં ડિસ્ટ્રિક્ટ ક્વોરેન્ટાઈન સેન્ટરમાં સરકારી સ્થળોએ 136 તથા ખાનગી સ્થળોએ 10 વ્યક્તિઓ છે. આ ઉપરાંત હોમ ક્વોરેન્ટાઈનમાં 1348 વ્યક્તિઓ છે. અત્યાર સુધીમાં પોરબંદરમાં કન્ટેન્મેન્ટ ઝોનની સંખ્યા 83 છે. જેમાં 441 ઘરનો સમાવેશ થાય છે. જેમાં 1476 વ્યક્તિઓ છે.
મંગળવારે આરોગ્ય વિભાગ દ્વારા 1104 વ્યક્તિઓનો ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો છે. જ્યારે એન્ટ્રી પોઈન્ટ પર 3259 લોકોનું સ્ક્રીનીંગ કરવામાં આવ્યું છે. આ અંગેની વહીવટી તંત્ર દ્વારા માહિતી આપવામાં આવી હતી.