પોરબંદર: મંગળવારે પોરબંદર જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ તેમજ કોંગ્રેસના આગેવાનો ,ખેડૂતો અને માલધારીઓ દ્વારા ગોરસર ગામ પાસે આવેલી ઓજત મધુવંતી કેનાલના પ્રશ્નોને લઇને ઉપવાસ આંદોલન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસ જિલ્લા પ્રમુખ દ્વારા પોરબંદર પોલીસની હાજરીમાં આ આંદોલન યોજાયું હતું.
આ અંગે જ્યારે ક્ષાર અંકુશના અધિકારી વાલગોતર સાહેબે રૂબરૂ આવી 20 દિવસમાં કામ શરૂ કરવાની બાહેંધરી આપવામાં આવી કોંગ્રેસ આગેવાનો દ્વારા આંદોલન સમાપ્ત કરી સાહેબનો આભાર વ્યક્ત કર્યો હતો .
આ આંદોલનમાં કારાભાઈ રાતીયા ( રાતીયા સરપંચ ) કેશુભાઈ પરમાર ( કોંગ્રેસ આગેવાન માઈયારી), ઠેબાભાઈ ચૌહાણ, દેવાભાઇ ઓડેદરા , અરજનભાઈ સોલંકી , પવનભાઈ કોડિયાતર , મેરુભાઈ સિંધલ, ગગનભાઈ થાપલિય અને અનેક કોંગ્રેસ આગેવાનો જોડાયા હતા.