ETV Bharat / state

પોરબંદરની સિવિલ હોસ્પિટલમાં 45 બેડનો વધારો કરાયો

ગુજરાતમાં કોરોનાની મહામારી વકરી રહી છે. ત્યારે લોકો હેરાન થઇ ગયા છે. ખાસ કરીને સૌરાષ્ટ્રભરમાં હોસ્પિટલો દર્દીઓથી ઊભરાઈ રહી છે. દર્દીઓ માટે બેડની અવ્યવસ્થા સર્જાઇ રહી છે. સૌરાષ્ટ્રભરના દર્દીઓ પોરબંદરની સરકારી હોસ્પિટલમાં આવી રહ્યા છે. પોરબંદર જિલ્લામાં કોરોના કેસમાં ધીમે-ધીમે વધારો થઈ રહ્યો છે. ત્યારે હોસ્પિટલમાં 45 બેડનો વધારો કરવામાં આવ્યો છે.

પોરબંદર સિવિલ હોસ્પિટલ
પોરબંદર સિવિલ હોસ્પિટલ
author img

By

Published : Apr 15, 2021, 7:56 AM IST

Updated : Apr 15, 2021, 1:12 PM IST

  • સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લાની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ
  • પોરબંદર જિલ્લામાં સૌથી ઓછા કોરોના કેસ
  • કોરોના નેગેટિવ દર્દીઓની સારવાર માટે ત્રણ પ્રાઇવેટ હોસ્પિટલમાં મંજૂરી

પોરબંદર : ગુજરાતમાં કોરોનાએ કહેર વર્તાવ્યો છે. ત્યારે સૌરાષ્ટ્રમાં તમામ જિલ્લાની હોસ્પિટલો દર્દીઓથી ઉભરાઇ છે. ખાસ કરીને કોરોનાની અસર વાળા દર્દીઓમાં ભય ફેલાયો છે કે, હોસ્પિટલમાં જવાથી કોરોના વધી શકે છે. પરંતુ પોરબંદર જિલ્લો સૌથી ઓછા કોરોના કેસ હોવાના કારણે સૌરાષ્ટ્રભરના દર્દીઓ અહીં આવી રહ્યા છે.

આ પણ વાંચો : પોરબંદર સિવિલ હોસ્પિટલમાં આગની મોકડ્રીલ યોજાઇ

135 રેમડીસીવર ઇન્જેક્શનનો જથ્થો સિવિલ હોસ્પિટલમાં

પોરબંદરમાં કોરોના સંક્રમિત દર્દીઓ ઉપરાંત અન્ય શહેરના દર્દીઓ પણ કોરોનાની સારવાર માટે અહીં આવી રહ્યા છે. જેમાં દ્વારકા, જુનાગઢ, ગીર-સોમનાથ, રાજકોટ, મોરબી, ઉપલેટા, ધોરાજીમાં બેડ ન હોવાના લીધે ત્યાંના દર્દીઓ પણ પોરબંદરની હોસ્પિટલમાં સારવાર લેવા આવી રહ્યા છે. સરકારી હોસ્પિટલના તબીબના જણાવ્યા અનુસાર, પોરબંદર સિવિલ હોસ્પિટલમાં કુલ 150 બેડ હતા. જેમાં 45 બેડ વધારવામાંં આવ્યા છે. આ ઉપરાંત 135 રેમડીસીવર ઇન્જેક્શનનો જથ્થો હાલ સિવિલ હોસ્પિટલમાં છે. ત્યારે તંત્ર દ્વારા કોરોના નેગેટિવ આવેલા દર્દીઓની સારવાર માટે ત્રણ પ્રાઇવેટ હોસ્પિટલમાં સારવારની મંજૂરી આપવામાં આવી છે.

આ પણ વાંચો : પોરબંદરમાં કોરોનાથી બચાવ માટે તંત્ર એલર્ટ, આઈસોલેશન વોર્ડની વ્યવસ્થા કરાઈ

Last Updated : Apr 15, 2021, 1:12 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.