ETV Bharat / state

પોરબંદર બેઠક પર બાબુ બોખિરીયાને રિપીટ કરાયા, પોતાની જ થિયરી પર અડગ ન રહી શકી ભાજપ - ભાજપ નો રિપીટ થિયરી

ભાજપે આજે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી છે. તેમાંથી એક નામ પોરબંદરના (Porbandar Assembly Seat) ધારાસભ્ય બાબુભાઈ બોખિરીયાનું પણ છે. ભાજપે તેમને પોરબંદર બેઠક પરથી રિપીટ કર્યા છે. આ સાથે જ તેમના સમર્થકોમાં ખુશીના લાગણી જોવા મળી હતી. તમામ લોકોએ તેમને શુભેચ્છા પાઠવી હતી. જોકે, આ સાથે જ ભાજપ પોતાની નો રિપીટ થિયરી પર અડગ ન રહી શકી (Repeat theory of BJP) તે સ્પષ્ટ થઈ જાય છે.

પોરબંદર બેઠક પર બાબુ બોખિરીયાને રિપીટ કરાયા, પોતાની જ થિયરી પર અડગ ન રહી શકી ભાજપ

author img

By

Published : Nov 10, 2022, 3:36 PM IST

પોરબંદર ગુજરાત વિધાનસભાની ચૂંટણીને (Gujarat Assembly Elections 2022) લઈને તમામ રાજકીય પક્ષોમાં ખેંચતાણ જોવા મળી રહી છે. આમ આદમી પાર્ટી અને કૉંગ્રેસે તો પહેલાથી જ પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. ત્યારે હવે ભાજપે પણ આજે 160 ઉમેદવારોની યાદી જાહેર કરી દીધી છે. તે અંતર્ગત ભાજપે પોરબંદર બેઠક (Porbandar Assembly Seat) પર ધારાસભ્ય બાબુભાઈ બોખિરીયાને રિપીટ કર્યા છે. આ સાથે જ ભાજપે પોતાની જ નો રિપીટ થિયરીના (Repeat theory of BJP) વિરોધમાં જઈને તેમને ટિકીટ આપી છે.

સમર્થકોમાં ખુશી બાબુ બોખિરીયાને ફરી ટિકીટ મળતા તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી હતી. ત્યારે ભાજપના કાર્યકર્તાઓએ એકબીજાનું મોઢું મીઠું કરાવ્યું હતું. પોરબંદર બેઠક (Porbandar Assembly Seat) પર કૉંગ્રેસના દિગ્ગજ નેતા અર્જુન મોઢવાડિયાને ટિકીટ ફાળવવામાં આવી છે. જ્યારે આમ આદમી પાર્ટીએ જીવન જુંગીને ટીકીટ ફાળવી છે. એટલે આ વખતે આ બેઠક પર ત્રિપાંખિયો જંગ જોવા મળશે.

બાબુભાઇ બોખિરીયાની લોકપ્રિયતા

કુતિયાણાના ધારાસભ્યનું નામ બાકી બીજી તરફ હવે પોરબંદરની કુતિયાણા બેઠક પર ભાજપે હજી કોઈ ઉમેદવારની જાહેરાત કરી નથી. જોકે, આ બેઠક પર એનસીપીના ધારાસભ્ય કાંધલ જાડેજા (Kandhal Jadeja Kutiyana MLA) હંમેશા જીતતા આવ્યા છે. ત્યારે હવે તેમને હરાવવા માટે ભાજપે અહીં તેમનાથી પણ મજબૂત ઉમેદવાર જાહેર કરવો પડશે તેવું લાગી રહ્યું છે.

બાબુભાઇ બોખિરીયાનો રાજકારણમાં પ્રવેશ બાબુભાઇ બોખિરીયા (Babubhai Bokhiria) એ પોરબંદર શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ (BJP) તરીકે રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. પોરબંદર બેઠક (Porbandar Assembly Seat) પરથી ધારાસભ્ય (Babubhai Bokhiria BJP Candidate) તરીકે નવમી વિધાનસભા 1995માં તેઓ મહત્ત્વનો મુકામ હાંસલ કર્યો હતો.

બોખિરીયાના સમર્થકોમાં ખુશી
બોખિરીયાના સમર્થકોમાં ખુશી

બાબુભાઇ બોખિરીયાની કારકિર્દી પર નજર રાજકીય કારકિર્દીના સીમાચિહ્ન બાબુભાઈ બોખિરીયા (Babubhai Bokhiria) 10મી વિધાનસભામાં 13 માર્ચથી રાજ્યકક્ષાના મત્સ્ય ઉદ્યોગપ્રધાન બન્યાં હતાં. (સ્વતંત્ર હવાલો) બાદમાં અન્ન અને નાગરિક પુરવઠા, પોલીસ આવાસમંત્રી તરીકેનો વધારાનો હવાલો, વર્ષ 2001થી કેબિનેટ કક્ષાના જળસંપત્તિપ્રધાન ધારાસભ્ય કેબિનેટ કક્ષાના પાણી પૂરવઠો જળ સંપત્તિ, કૃષિ સહકાર પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌસંવર્ધનમંત્રી, કેબિનેટ કક્ષાના પાણી પૂરવઠો, પશુપાલન, મત્સ્યોદ્યોગ, ગૌસંવર્ધન, નાગરિક ઉડ્ડયન અને મીઠા ઉદ્યોગપ્રધાન, વર્ષ 2017થી રાજ્યની જાહેર સાહસોની સમિતિના અધ્યક્ષ અંદાજ સમિતિના અધ્યક્ષ રહી ચૂક્યા છે.

બાબુભાઇ બોખિરીયાની લોકપ્રિયતા પોરબંદરમાં 500 કરોડ રૂપિયાના ખર્ચે બનનાર મેડિકલ કૉલેજની ભેટ. પોરબંદર છાયા ભૂગર્ભ ગટર છાયા પાણી પુરવઠા યોજના ગ્રામ્ય વિસ્તારમાં ઊંચી ટાંકીઓ બનાવવાની કામગીરી કરી. જિલ્લામાં નર્મદાના નીર લાવવા માટે અથાગ પ્રયત્ન કર્યા હતા. માછીમારો માટે ડીઝલ કેરોસીનની સબસિડી સહાય બોટનું આધુનિકીકરણ અને અદ્યતન કરવા માટેની સહાય પોરબંદર શહેરમાં મુખ્ય રસ્તાઓ સહિત જુદા જુદા વોર્ડમાં સીસી રોડ ડામર રોડ પેવર બ્લોક, બાગ બગીચાઓ સ્ટોર્મ વોટર ડ્રેઇન સ્ટ્રીટ લાઈટો વગેરે કાર્યો કર્યાં છે. 43 કરોડ રૂપિયાના ખર્ચે સૌરાષ્ટ્રનો સૌથી પહેલો અસ્માવતી રિવરફ્રન્ટ પોરબંદરને ફાળવાયો છે. આયુષ્માન કાર્ડ ઇ શ્રમ કાર્ડ માટે 121 કેમ્પના આયોજન તેમણે (Babubhai Bokhiria) કર્યા છે.

અંગત જીવન પોરબંદરના ધારાસભ્ય બાબુભાઈ બોખિરીયાનો (Babubhai Bokhiria BJP Candidate)નો જન્મ 12 મી માર્ચ 1953માં થયો હતો. તેમણે એમ.ડી. સાયન્સ કોલેજ પોરબંગર 1974માં સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાંથી બીએસસી કેમિસ્ટ્રીમાં ગ્રેજ્યુએશન કર્યું છે. તેમના પત્નીનું નામ જ્યોતિબેન છે અને સંતાનોમાં 2 દીકરા આકાશ અને પૃથ્વી છે. બાબુભાઈના પિતાનું નામ ભીમાભાઈ જોધાભાઇ બોખિરીયા માતાનું નામ વજીબહેન ભીમાભાઈ બોખીરિયા છે. તેઓ વ્યવસાયે ખેડૂત અને ટ્રાન્સપોર્ટ કોન્ટ્રાકટર છે. તેઓએ બીએસસી રસાયણશાસ્ત્ર સુધીનો અભ્યાસ કર્યો છે. વાંચન, પ્રવાસ અને રમતગમતનો શોખ ધરાવતા બાબુભાઇ બોખીરીયા સામાજિક કાર્યોમાં પણ સક્રિય દેખાય છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.