ETV Bharat / state

Porbandar Accident : ધોરી માર્ગ પર કાર બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચારના મૃત્યુ

પોરબંદરના દેગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા ચાર લોકોના મૃત્યુ નીપજ્યા છે. બનાવની જાણ થતાં પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. તો બીજી તરફ આ ચાર લોકોના મૃત્યુ થતાં ગામમાં શોકનું મોજું ફરી વળ્યું છે.

Porbandar Accident : ધોરી માર્ગ પર કાર બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત, ચારના મૃ્ત્યુ

author img

By

Published : Mar 25, 2023, 10:30 AM IST

પોરબંદરના દેગામ પાસે ખાનગી બસ અને કાર વચ્ચે અકસ્માત

પોરબંદર : ખંભાળિયા ધોરી માર્ગ પર આવેલા દેગામ પાસે ખાનગી ટ્રાવેલ્સની બસ અને કાર વચ્ચે સર્જાયેલા ગમખ્વાર અકસ્માતમાં બેના ઘટના સ્થળે જ મૃત્યુ નીપજ્યા છે. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત બે યુવકોને પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ બન્ને યુવકોને મૃત જાહેર કર્યા હતા. આ બનાવની જાણ ઉદ્યોગનગર પોલીસ મથકના સ્ટાફને થતા ઘટના સ્થળે દોડી આવી હતી. પોલીસે સર્જાયેલા ટ્રાફીકને ક્લિયર કરી મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડ્યા હતા.

કેવી રીતે સર્જાયો અકસ્માત : મળતી માહીતી મુજબ પોરબંદર તાલુકાના કીંદરખેડા ગામે રહેતા રામ વીરમભાઈ ઓડેદરા, હરદાસ હમીરભાઈ મોઢવાડીયા, હિતેશ રામદેવભાઈ કેશવાલા અને રામ સવદાસભાઇ મોઢવાડીયા સહિત ચારેય યુવાનો કારમાં પોરબંદરથી પોતાના ગામ કીંદરખેડા તરફ આવી રહ્યા હતા. ત્યારે ખંભાળીયાથી સોનલ કૃપા ટ્રાવેલ્સ બસ પૂરપાટ ઝડપે આવી રહી હતી, ત્યારે ત્યારે કાર અને ખાનગી બસ વચ્ચે બપોરના સમયે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો.

આ પણ વાંચો : Fire Accident: ઈ બાઈકના શો રૂમમાં આગ ભભૂકતા લાખો રૂપિયા સ્વાહા, આગનું કારણ અકબંધ

કેવી રીતે મૃત્યુ પામ્યા 4 લોકો : આ ગંભીર અકસ્માતમાં ઘટના સ્થળે રામ વિરમભાઈ ઓડેદરા નામના 45 વર્ષીય યુવાન અને હરદાસ હમીરભાઈ મોઢવાડીયા નામના 40 વર્ષીય યુવાનનું મૃત્યુ નિપજયું હતું. જ્યારે ગંભીર રીતે ઈજાગ્રસ્ત હિતેશ રામભાઈ કેશવાલા 22 વર્ષીય અને રામ સવદાસભાઈ મોઢવાડીયા 32 વર્ષીય સહિત બન્ને યુવકોને સારવાર માટે પોરબંદરની હોસ્પિટલમાં 108 મારફતે ખસેડવામાં આવ્યા હતા. જ્યાં ફરજ પરના તબીબોએ બન્ને યુવકોને મૃતજાહેર કર્યા હતા. આમ કુલ ચારના લોકોના મૃત્યુથી કીંદરખેડા ગામમાં શોકનું મોજુ ફરી વળ્યું હતું.

આ પણ વાંચો : Navsari Accident: નવસારીમાં મંદિરની સફાઈ કરતા મજૂર પહોંચ્યો ભગવાન પાસે, વીજતાર અડતા મૃત્યું

પોલીસ સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો : આ બનાવની જાણ ઉદ્યોગનગર પોલીસ મથકના PSI કવિતા ઠાકરીયા સહિતના સ્ટાફને થતા ઘટના સ્થળે દોડી ગયા હતા. આ અકસ્માતથી સર્જાયેલા ટ્રાફિક પૂર્વવત કરી મૃતદેહને હોસ્પિટલે ખસેડાયા હતા. મેર સમાજના અગ્રણીઓ અને કોંગ્રેસના રામદેવભાઈ મોઢવાડિયા, દેવશી મોઢવાડિયા કેશુભાઈ વાઢેર સહિતના આગેવાનો બનાવની જાણ થતા ભાવસિંહજી હોસ્પિટલે દોડી ગયા હતા. એક સાથે ચાર યુવકના અકસ્માતમાં મૃત્યુથી નાના એવા કીંદરખેડા ગામમાં શોકનું મોજુ ફેલાયુ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.