પોરબંદર: કોરોના વાઇરસના કારણે લોકડાઉનની સ્થિતિમાં ગુજરાત સરકાર દ્વારા તારીખ 13મી થી 18મી એપ્રિલ સુધી રાજ્યના APL 1 કાર્ડ ધારકોને વિનામૂલ્યે અનાજ વિતરણ થઇ રહ્યું છે.
જે સંદર્ભે પોરબંદર જિલ્લા કલેકટર ડી એન મોદીએ જનતાને અપીલ કરી હતી કે APL વન કાર્ડ ધારકો કે જેઓ આર્થિક રીતે સદ્ધર છે તેઓ સસ્તા અનાજની દુકાનેથી વિનામૂલ્યે વિતરણ થતું અનાજ લેવાનું ટાળે.
જો તેઓ આવુ કરશે તો જરૂરિયાત મંદ લોકોને વધુ લાભ મળી શકે. આ ઉપરાંત કાર્ડ ધારકો રાશનની દુકાને ભીડ ન કરે અને સોશિયલ ડિસ્ટન્સનોો અમલ કરે તે ખાસ જરૂરી છે તેમ જણાવ્યું હતું.