ETV Bharat / state

સ્થાનિક સ્વરાજની ચૂંટણીઃ પોરબંદર જિલ્લામાં સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસની ચાંપતી નજર રહેશે - District and Taluka Panchayat elections in Gujarat

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોરબંદર જિલ્લામાં સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવશે. જેથી કોઈ અનિચ્છનિય ઘટના ન ઘટે.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોરબંદર જીલ્લામાં સંવેદનશીલ મતદાન મથકો પર પોલીસની ચાંપતી નજર રહેશે

author img

By

Published : Feb 25, 2021, 4:45 PM IST

  • નગરપાલિકામાં સંવેદનશીલ 34 અને અતિ સંવેદનશીલ 16 બૂથ
  • પોરબંદર તાલુકામાં સંવેદનશીલ 48 અને અતિ સંવેદનશીલ 18 બૂથ
  • રાણાવાવ તાલુકામાં સંવેદનશીલ 05 અને અતિ સંવેદનશીલ 10 બૂથ
  • કુતિયાણા તાલુકામાં સંવેદનશીલ 15 અને અતિ સંવેદનશીલ 05 બૂથ

પોરબંદરઃ સ્થાનિક સ્વરાજની ચૂંટણી આગામી 28 ફેબ્રુઆરીના રોજ યોજાનાર છે. ત્યારે ચૂંટણી દરમિયાન કેટલાક એવા મતદાન મથકો હોય છે. જ્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જાળવવી પોલીસ માટે કપરી બને છે. આથી આવા મતદાન મથકોને સંવેદનશીલ જાહેર કરી ત્યાં પોલીસ દ્વારા ખાસ વધારાની સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવે છે.

તમામ સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ બૂથ પર રહેશે પોલીસની ચાંપતી નજર

પોરબંદર નગરપાલિકાની વાત કરીએ તો પાલિકાની ચૂંટણીમાં કુલ બૂથ 168 છે. જેમાં સંવેદનશીલ 34 અને અતિ સંવેદનશીલ 16 મતદાન મથકો જાહેર કરાયા છે. જ્યારે તાલુકા અને જિલ્લા પંચાયતની ચૂંટણી માટે પોરબંદર તાલુકાના કુલ 154 બુથમાંથી સંવેદનશીલ 48 અને અતિસંવેદનશીલ 18 મતદાન મથકો જાહેર કરાયા છે. રાણાવાવ તાલુકાના કુલ 59 બૂથમાંથી સંવેદનશીલ 5 બૂથ અને અતિ સંવેદનશીલ 10 બૂથ જાહેર થયા છે. જ્યારે કુતિયાણા તાલુકાના કુલ 67 બુથમાંથી સંવેદનશીલ 15 અને અતિસંવેદનશીલ 5 બૂથ જાહેર થયા છે. જ્યાં પોલીસ દ્વારા ખાસ વધારે સુરક્ષા વ્યવસ્થા ગોઠવી કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની તકેદારી રાખવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.