પોરબંદર-સોમનાથ હાઇવે પર આવેલી ગોસા નજીકની ચેકપોસ્ટ પણ બંધ કરી દેવામાં આવી છે. આ એ જ ચેકપોસ્ટ છે, જેની નજીક RDX લેન્ડીંગ કરવામાં આવ્યો હતો. તે લેન્ડીંગ પોઇન્ટ હવે રેઢો પટ બની ગયો છે. 90ના દાયકા દરમિયાન મુંબઈમાં બોમ્બ બ્લાસ્ટમાં વપરાયેલો RDX સહિત ઘાતક હથિયારો ડોન દાઉદ ઇબ્રાહીમના ઇશારે પાકિસ્તાનની અલ-સદા-બહાર નામની બોટમાં પોરબંદર નજીકના ગોસાબારાના દરિયા કિનારે લેન્ડિંગ કરવામાં આવ્યું હતું. જે બાદ આ ચેક પોસ્ટ સંવેદનશીલ બની હતી.
આ ચેકપોસ્ટ બંધ થયા પહેલા અહીં પોરબંદરથી દીવ, વેરાવળ, માંગરોળ, સોમનાથ અને માધવપુર સહિતના ગામોમાંથી આવતા જતા વાહનોનું ચેકિંગ થતું હતું. હવે આ ચેકિંગ બંધ થઈ ગયું છે. આ અંગે પોરબંદરના પોલીસ વડા પાર્થરાજસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, ગોસા ચેકપોસ્ટ બંધ થઈ છે, પરંતુ અહીં સમયાંતરે પોલીસ વિભાગ દ્વારા કડક બંદોબસ્ત સહીત સરપ્રાઈઝ ચેકિંગ હાથ ધરવામાં આવશે.