પોરબંદર જિલ્લામાં મુસ્લીમ સમાજમા અનેક તર્કવિતર્કો હોય અને આ કાયદાનો દેશના અમુક રાજ્યો તથા જિલ્લાઓમાં મુસ્લીમ સમાજ દ્રારા વિરોધ-પ્રદર્શન થઈ રહેલા હોય જેથી પોરબંદર પોલીસ દ્રારા શાંતિ-સમિતિની બેઠકનું આયોજન કરવામા આવ્યું હતું જેમાં CAA-NRC મુદ્દે સમાજમા ઉભી થતી ગેરસમજ બાબતે જરૂરી જાણકારી આપવામાં આવી અને સોશિયલ મીડિયામાં ફેલાતી અફવાઓમાં નહીં આવવા તેમજ કાયદો અને વ્યવસ્થાની જાણવણી સારૂ સહકાર આપવા શાંતિ જાળવવા અપીલ કરવામા આવી હતી. જેમા પોરબંદર શહેરની તમામ મસ્જીદના ઇમામ તેમજ આગેવાનો હાજર રહ્યા હતા અને પોલીસની અપીલને ધ્યાને રાખી તેઓ તરફથી હકારાત્મક અભિગમ રહ્યો હતો.
