પોરબંદરઃ રાણાવાવ પોલીસને મળેલી બાતમીના આધારે એક અલ્ટોકારમાંંથી 140 લીટર દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. આ સાથે જ પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોધી કાર્યદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
જિલ્લામાં દારૂ-જુગારની બદીને સદંતર નાબૂદ કરવા માટે પોલીસ અધિક્ષક પાર્થરાજસિંહ ગોહિલ દ્વારા મળેલી સૂચના અન્વયે પોરબંદર ગ્રામ્ય વિભાગના નાયબ પોલીસ અધિક્ષક સ્મિત ગોહિલના માર્ગદર્શન મુજબ રાણાવાવ પોલીસ સ્ટેશનના પો.સબ.ઈન્સ.બી.એસ.ઝાલા સાહેબની રાહબરી હેઠળ રાણાવાવ પો.સ્ટે.ના ડી સ્ટાફના HC સી.ટી. પટેલ તથા PC હિમાન્શુભાઈ વાલાભાઈ સહિતનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો.
આ દરમિયાન PC હીમાંશુભાઈ તથા ઉદયભાઈને સંયુકત બાતમી રાહે હકિકત મળેલી કે રાણા ખીરસરાથી દોલતગઢના રસ્તે એક અલ્ટોકાર દેશી દારૂ ભરી પસાર થવાની હોય જેથી દોલતગઢ પાસે વોચમાં હતા. તે દરમિયાન એક અલ્ટો કાર પસાર થતા કારને રોકાવી તપાસ કરી હતી. તપાસ દરમિયાન કારની ડેકીમાંથી 140 લીટર દેશી દારૂ પાંચ બાંચકા સહિત ઝ઼પા પાડ્યો હતો.
પોલીસે દોલતગઢના કાર ચાલક સામે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આઆશરે 20 હજાર ઉપરની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.