પોરબંદરઃ લીલુંછમ વાતાવરણ જોઇને જ મન પ્રફુલ્લિત થઇ જાય છે અને આ વાતાવરણમાં સ્વાસ્થ્ય પણ સારું રહે છે, તો વૃક્ષોનો ઉછેર કરવાથી વરસાદ પણ વધુ આવે છે. જેના હેતુથી સરકાર દ્વારા અલગ-અલગ જિલ્લાઓમાં નર્સરીઓ બનાવવામાં આવી છે.
પોરબંદર જિલ્લામાં કુલ ચાર નર્સરીઓ આવેલ છે, જેમાં સોનારડી નર્સરી ધરમપુર પાસે તથા મૂળ માધવપુર નર્સરી અને રાણાવાવ તાલુકા ફિલ્ટર નર્સરી અને કુતિયાણા તાલુકા ની સરાડીયા નર્સરી જ્યાં મોટી સંખ્યામાં લોકો આવે છે અને રોપાઓ લઈ જાય છે ખાસ કરીને કોરોના મહામારી નો સમય ચાલી રહ્યો છે તે દરમિયાન મોટાભાગના લોકો તુલસી અને અરડૂસી જેવા રોપાઓ ની વધુમાં કરે છે પ્રેમ વનવિભાગના અધિકારીએ જણાવ્યું હતું.
નર્સરીમાં જાસુદ લાલ કરેણ ચાઇનીસ ગુલાબ બારમાંથી અરડૂસી શોપીસ પીળી કરેણ નીલગીરી ખારેક તુલસી વડલા ના રોપા જુરી મહેંદી ફેલટો ગુલમહોર જેવા વૃક્ષોના રોપા નું વિતરણ કરવામાં આવે છે તો પોરબંદરમાં દરિયા કિનારો હોવાથી દરિયાકિનારાના વિસ્તારમાં રહેતા ખેડૂતો માટે ખાસ તેઓ ના પાક ને ખારાશ ન લાગે તે માટે ની નિલગીરી અને શરૂ ના રોપા નું વિતરણ કરવામાં આવે છે.
આ ઉપરાંત વનવિભાગના અધિકારી એ.બી.સરવૈયાએ જણાવ્યું કે, વિકેન્દ્રિત પ્રજા નર્સરીનો પ્રોજેક્ટ વનવિભાગ દ્વારા ચાલી રહ્યું છે. જેમાં લોકો પોતાની માલિકીની જમીનમાં નર્સરી તૈયાર કરી શકે છે અને વનવિભાગ દ્વારા તેઓને અલગ-અલગ રીતે સહાય પણ મળી રહી છે. આ માટે જરૂરી માર્ગદર્શન માટે વનવિભાગની કચેરી નો સમ્પર્ક કરવા જણાવ્યું હતું તો મોટાવ ભાગના લોકો વૃક્ષ વાવો વરસાદ લાવોનો સંદેશો પણ આપી રહ્યા છે.