શહેરમાં આવેલી સરકારી હોસ્પિટલથી દર્દીઓ દૂર ભાગી રહ્યાં છે. આ હોસ્પિટલમાં દર્દીઓ સારવાર કરાવવા માટે તો આવે છે. પણ સ્વસ્થ્ય થવાને બદલે ભેટમાં વધુ બે-ત્રણ બિમારી સાથે લઈને જાય છે. કારણ કે, આ હોસ્પિટલમાં વાયરસના કારણે લોકોને ભંયકર બીમારી થઈ રહી છે. જેથી હોસ્પિટલમાં દાખલ થયેલાં દર્દીઓને પણ અન્ય હોસ્પિટલમાં સારવાર લેવા માટે મજબૂર થયા છે.
પોરબંદરના રાજા ભાવસિંહના શાસનમાં બનેલી હોસ્પિટલ જે-તે સમયને ધ્યાનમાં રાખી બનાવવામાં આવી હતી. જેના બાંધકામમાં વર્ષો બાદ પણ કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેના કારણે દર્દીઓથી ખીચખીચ ભરેલી હોસ્પિટલમાં શાકમાર્કેટ જેવી લાગે છે.
હોસ્પિટલમાં દર્દીઓને પૂરતી સુવિધાઓ આપવામાં આવતી નથી. તો સફાઈ કામગીરીનો તો જાણે દૂર-દૂર સુધી કોઈ સંબધ જોવા મળતો નથી. જેના કારણે હોસ્પિટલમાં ગંભીર રોગચાળો ફેલાઈ રહ્યો છે. દર્દીઓ શ્વાસની ભયાનક બીમારીઓને ભોગ બની રહ્યાં છે. છતાં હોસ્પિટલના તંત્ર દ્વારા કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.
આ અંગે સમાજિક કાર્યકર બાબુભાઈ પાંડાવદરાના જણાવ્યાનુસાર, વર્ષો બાદ પણ હોસ્પિટલના બાંધકામમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. જેના કારણે દર્દીઓને નીચે બેસીને સારવાર માટે રાહ જોવી પડે છે. વળી, હોસ્પિટલમાં 11 તબીબોમાંથી માત્ર 5 તબીબો જ હાજર રહે છે. છેલ્લા કેટલાય સમયથી ફુલટાઇમ સર્જન, બાળરોગ નિષ્ણાંત અને ફિઝિશિયન હોસ્પિટલમાં જોવા મળતાં નથી.
આમ, ખાનગી હોસ્પિટલો દર્દીઓની સારવાર માટે નહીં પણ બિઝનેસના હેતુથી બનાવવામાં આવે છે. જેમાં દર્દીઓની સેવા ઓછી અને આર્થિક લાભને વધુ મહત્વ આપવામાં આવે છે. સરકારી હોસ્પિટલમાં દર્દી સારવારની આશાએ જાય છે.