ગ્લોબલ પાટીદાર સમિટ-2019ના ઉદ્ધટન પૂર્વે વૈષ્ણવ દેવી સર્કલ પાસે આવેલી સરદાર પટેલની 50 ફૂટની પ્રતિમાનું પણ અનાવરણ કરવામાં આવશે. જે બાદ આ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવશે.
ગ્લોબલ પાટીદાર સમિટ-2019માં 1000 પાટીદારોના ઉદ્યોગપતિઓ હાજર રહેશે. જેમાં 1000 જેટલા સ્ટોલ પણ લગાવવામાં આવશે. જેમાંથી 50 જેટલા સ્ટોલ નવા ઇનોવેશન સાથે આવનાર યુવાઓ માટે હશે. આ ઉપરાંત કેટલાક સ્ટોલ અન્ય સમાજના લોકોને પણ ફાળવવામાં આવશે.