ETV Bharat / state

પોરબંદરમાં ઇલેક્ટ્રોનિક વસ્તુના કુલીંગ માટેની ડિવાઈસની પેટન્ટ ફાઈલ તૈયાર - Patent file of the device

પોરબંદરના વ્યાખ્યાતાઓએ ઇલેક્ટ્રોનિક વસ્તુના કુલીંગ ડિવાઈસની પેટન્ટ ફાઈલ તૈયાર કરી છે. આ ડિવાઇસને તૈયાર કરવા માટે SSIP પોલીસી અંતર્ગત રૂપિયા 25 હજારની ગ્રાન્ટ મળી છે.

ડિવાઈસની પેટન્ટ ફાઈલ
ડિવાઈસની પેટન્ટ ફાઈલ
author img

By

Published : Feb 3, 2021, 12:52 PM IST

  • હિટ પાઇપને ચલાવવા માટે કોઇ પાવરની જરૂર રહેતી નથી.
  • ભવિષ્યમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના કુલીંગ માટે વપરાતા ફેનને બદલે થઇ શકશે
  • SSIP પોલીસી અંતર્ગત રૂપિયા 25 હજારની ગ્રાન્ટ મળી

પોરબંદર : સરકારી પોલીટેકનીક પોરબંદરના મિકેનીકલ વિભાગના વ્યાખ્યાતા રાકેશ બુમતારિયાએ ઇલેક્ટ્રોનીક્સ વસ્તુઓના કુલીંગ માટે એક થર્મલ ડિવાઈસ બનાવી છે. આ હિટ પાઇપ ડિવાઈસનો ઉપયોગ ભવિષ્યમાં ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓના કુલીંગ માટે વપરાતા ફેનને બદલે થઇ શકશે. આ હિટ પાઇપ ફેન કરતા ઓછી જગ્યા રોકે છે અને તેને ચલાવવા માટે કોઇ પાવરની જરૂર રહેતી નથી.

ઈન્ડિયન પેટન્ટ ફાઇલ કરવામાં આવી

આ સંશોધન માટે રાકેશ બુમતારિયા તેમજ રીસર્ચ માર્ગદર્શક ડો.નીરજ ચાવડા, સરકારી પોલીટેકનીકના ટ્રાન્સપોર્ટેશન વિભાગના વ્યાખ્યાતા મોનીકાબા વાળા દ્વારા ઈન્ડિયન પેટન્ટ ફાઇલ કરવામાં આવી હતી. જે ૨૨ જાન્યુઆરી 2021ના રોજ ભારતના ગેજેટમાં પ્રકાશિત થયો છે. આ ડીવાઇસના પેટન્ટ ફીલિંગ માટે તેઓને ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટી અમદાવાદ દ્વારા SSIP પોલીસી અંતર્ગત રૂપિયા 25 હજારની ગ્રાન્ટ મળી છે.સરકારી પોલીટેકનીક પોરબંદર કોલેજના આચાર્ય એમ.બી.કાલરીયાએ વ્યાખ્યાતાઓને હાર્દિક અભિનંદન પાઠવ્યા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.