પરેશ રાવલ સભા સંબોધતા જણાવ્યું હતું કે, મોદી એ જ કહ્યું છે કે, તેને હિન્દુ માટે કંઈ નથી કર્યું અને મુસ્લિમો માટે કંઈ નથી કર્યું પરંતુ જે કંઈ કર્યું છે તે દેશ માટે કર્યું છે આ ઉપરાંત સરદાર પટેલના મુદ્દે કોંગ્રેસે કંઈ કર્યું નથી. આથી સરદાર પટેલ પર તેને કંઈ બોલવાનો અધિકાર નથી. એમ જણાવ્યું હતું કોંગ્રેસને સત્તા ભૂખ છે અને કોંગ્રેસે ખતરનાક ષડયંત્ર કર્યું છે કોંગ્રેસે મુસલમાનોને અભણ રાખ્યા છે જેથી તેઓ કોંગ્રેસ ને જ મત આપે પરંતુ મોદીના વિચાર મુજબ મુસલમાન એવા હોવા જોઈએ કે જેના એક હાથમાં કુરાન અને બીજા હાથમાં કોમ્પ્યુટર હોય આમ મુસલમાનોમાં બંદગી સાથે ભણતરને રાખી ભાવિ ઉજ્જવળ કરી શકે તેવા બનવા જણાવ્યું હતું.
સભામાં પરેશ રાવલ સાથે કુતિયાણાના નગરપાલિકાના પ્રમુખ ઢેલી બેન ઓડેદરા ,રાણીબેન કેશવાલા ,ચેતનાબેન તિવારી ,અશોક મોઢા ,પોરબંદર જિલ્લા પંચાયત પ્રમુખ નિલેશ મોરી સહિત ના ભાજપના કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા.