પોરબંદરઃ સમગ્ર દુનિયામાં કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ગુજરાતમાં પણ દિવસેને દિવસે કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. હજૂ પણ ઘણા ભારતીયો દેશની બહાર ફસાયા છે અને સરકાર પાસે મદદની ગુહાર લગાવી રહ્યા છે, ત્યારે ભારતીય નેવીએ મહત્વનો નિર્ણ લીધો છે. ભારતીય નેવીએ માલદીવમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે ઓપરેશન સમુદ્રસેતુ શરૂ કર્યું છે.
મળતી માહિતી મુજબ, આઈ.એન.એસ જલશ્વા અને આઈ.એન.એસ મગર નામના 2 શિપ માલદીવમાં ફસાયેલ ભારતીયોને પરત લાવવા માટે રવાના થયા હતા. આમાંથી આઈ.એન.એસ જલશ્વા માલદીવના માલે શહેર પહોંચી પણ ગયું છે. શનિવારે આ શિપ ત્યાં ફસાયેલા લોકોને લઇને પરત ફરવાનું છે.
પરત લાવવામાં આવતા ભારતીયો માટે શિપમાં મેડિકલની સુવિધા ઉપલબ્ધ છે. આ ઉપરાંત સોસિયલ ડિસ્ટેન્સિંગ રાખી તમામને ભારત લાવવામાં આવશે. મળતી માહિતી મુજબ એક સાથે 1000 નાગરિકો શિપ મારફતે આવી શકે છે. આ ઉપરાંત તમામ લોકોને કોરળના કોચી બંદરમાં લાવવામાં આવવાની શક્યતા રહેલી છે.