ETV Bharat / state

Porbandar news: બખરલામાં ખેતરમાં નેર ખોદવા બાબતે થયેલી હત્યાના બનાવમાં આરોપીની ફિલ્મી ઢબે ધરપકડ - જમીનના ઝઘડામાં ફાયરિંગ થતા એકનું મોત

પોરબંદરમાં બખરલા ગામે ખેતરમાં નહેર ખોદવાના બાબતે બે ખેડૂતો વચ્ચે ઝઘડો થયો હતો અને સેઢા પાડોસીએ ફાયરિંગ કરતા એક ખેડૂતનું મોત થયું હતું. આ ઘટનામાં એક વ્યક્તિ ઘાયલ થયો હતો. ઘટનામાં આરોપીનું તાત્કાલિક લોકેશન મેળવીને પોલીસે ગણતરીના કલાકોમાં ધરપકડ કરી છે.

one-person-died-in-firing-in-a-land-dispute-at-bakharla-village-of-porbandar

author img

By

Published : May 20, 2023, 3:30 PM IST

Updated : May 21, 2023, 7:25 PM IST

પોરબંદર ગ્રામ્ય ડી.વાય.એસ.પી

પોરબંદર: પોરબંદરના બખરલા ગામે થયેલ ફાયરિંગમાં ખીમા ગાંગા ખૂટી ઉંમર 56 નું મોત થયું હતું જ્યારે તેના ભત્રીજા કિશોર માલદે ખૂટી ઉંમર 35 ને પગમાં ગોળી વાગી હતી. આરોપી અરજન નરબત ખૂટી ને ઝડપવા ડી.વાય.એસ.પીની સૂચનાથી પોલીસે નાકા બંધી કરી હતી. રાણાવાવ પોલીસ અને બગવદર પોલીસે ચેકીંગ ગોઠવ્યું હતું અને આરોપી સિલવર કલરની કારમાં નાસી ગયો હતો.. જે પોલીસ ને જોઈ ભાગવાની કોશીશ કરતા ફિલ્મી ઢબે પોલીસે આરોપીની કારનો પીછો કરી ઝડપી લીધો હતો.

ગેરકાયદે બંદૂક જપ્ત કરાઈ: આ બનાવમાં પોલીસે આરોપી અરજન પાસેથી હત્યામાં વપરાયેલ દેશી બનાવટની બંદૂક તેમજ કારતુસ જપ્ત કરી છે. આરોપી કાર લઈને નાસ્યો હતો તે કાર પણ પોલીસે જપ્ત કરી હતી.

ગુનાહિત ઇતિહાસ: પોરબંદર ગ્રામ્ય ડી.વાય.એસ.પીના જણાવ્યા અનુસાર બખરલા ગામે થયેલ હત્યાના બનાવમાં ઝડપાયેલા આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. જેના પર આગાઉ પણ 307 કલમની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ છે. આ ઉપરાંત તેને ઉપયોગ માં લીધેલ હથિયાર ક્યાંથી અને કોની પાસેથી લીધું હતું તે અંગે પોલીસે આગળની તપાસ હાથ ધરી છે.

શું હતો મામલો?: પ્રાપ્ત માહિતી મુજબ બખરલા ગામે ખેતીની જમીન પાસે નેરી ખોદવા બાબતે શેઢા પાડોશીઓ વચ્ચે બોલાચાલી થઈ હતી. જેમાં શેઢા પાડોશી ખેડૂતે ફાયરિંગ કરતા કાકા-ભત્રીજાને ગોળી વાગી હતી. છાતીમાં ગોળી વાગતા કાકા ખીમાભાઈ ગીગાભાઈ ખુંટીનું ઘટનાસ્થળે મોત નીપજતા બનાવ હત્યા પલટાયો હતો. ભત્રીજા કિશોર માલદે ખૂટી ઇજાગ્રસ્ત થયો. ફાયરિંગ કરનાર અરજણ પરબત તથા એક વ્યક્તિ હોવાના અહેવાલ છે. પોલીસે આ મુદ્દે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

  1. Surat Crime : નજીવી બાબતે પત્ની સાથેના ઝઘડામાં પિતાએ પુત્રી પર ચપ્પુના 17 ઘા કરી મોતને ઘાટ ઉતારી
  2. Ahmedabad Human Trafficking: એક-બે નહીં 8 સગીરાઓના સોદાગર ઝડપાયા, પ્લાનિંગ વાંચી અક્કલ કામ નહીં કરે
  3. Bhavnagar Crime : ઘરમાં ઘૂસીને એકલતાનો લાભ લઇ દુષ્કર્મ કરનાર વિધર્મી ઝડપાયો, મહુવામાં બન્યો હતો બનાવ

Last Updated : May 21, 2023, 7:25 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.