પોરબંદર: 15 નોટીકલ માઈલ દૂર ઓઇલ ટેન્કર શિપના ક્રુ મેમ્બરની તબિયત લથડી હતી. 108 બોટ દ્વારા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
સામાન્ય રીતે ક્યાંય પણ ઈમરજન્સી હોય ત્યારે દર્દીઓને પહોંચાડવા માટે 180ની કામગીરી સરાહનીય રહે છે. પરંતુ 108ની સુવિધા રોડ ઉપર જ નહીં, સરકાર દ્વારા દરિયામાં રહેલા માછીમારોને સ્વાસ્થ્ય સુરક્ષા માટે પણ 108 બોટની વ્યવસ્થા કરવામાં આવી છે.
મંગળવારે પોરબંદરના દરિયામાં 15 નોટીકલ માઇલ દુર એક ઓઇલ ટેન્કર શીપના ક્રુ મેમ્બર સુશીલ કુમારની તબિયત લથડી હતી. ત્યારે તાત્કાલિક 108 બોટમાં ફોન કરતા 108 બોટના પાયલોટ અને 108 ટીમના સ્ટાફ દરિયામાં 15 નોટીકલ માઇલ્સ દૂર રહેલી ઓઇલ ટેન્કર શીપ ન ક્રૂ મેમ્બર સુધી પહોંચ્યા હતા. જ્યાં તેને બોટમાં પ્રાથમિક સારવાર આપી હતી. ત્યારબાદ પોરબંદર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ક્રુ મેમ્બરે 108 ટીમનો આભાર માન્યો હતો.