ETV Bharat / state

NSUIએ બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં કાળા કપડા પહેરી તાંત્રિક વિધિ કરી - Price hike protest in Porbandar

પોરબંદરમાં મોંઘવારીને લઈને NSUI દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. NSUIના કાર્યકરોએ રાણીબાગ સર્કલ પર કાળા કપડા પહેરી તાંત્રિક વિધીનો કાર્યક્રમ કર્યો હતો. NSUIના 15 જેટલા કાર્યકરોની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. NSUI protests in Porbandar, NSUI president, NSUI Gujarat, Porbandar NSUI

NSUIએ બેરોજગારી અને મોંઘવારીના વિરોધમાં કાળા કપડા પહેરી તાંત્રિક વિધિ કરી

author img

By

Published : Aug 30, 2022, 10:20 PM IST

પોરબંદર શહેરમાં NSUI દ્વારા વિરોધ (Porbandar NSUI)કરવામાં આવ્યો હતો. દેશમાં દિવસે-દિવસે મોંઘવારી આસમાને(NSUI protests in Porbandar) છે. બેરોજગારીથી યુવાનો ત્રસ્ત છે. આ બાબતે વિપક્ષ દ્વારા થોડા દિવસો પહેલા જ્યારે લોકોનો અવાજ બની કાળા કપડા પહેરીને વિરોધ દર્શાવામા આવ્યો હતો. ત્યારે દેશના વડાપ્રધાનએ એવું નિવેદન આપ્યું હતું કે આ લોકો કાળા રંગના કપડા પહેરીને દેશ ઉપર જાદુ કરે છે. વડાપ્રધાન દેશના મોટા તાંત્રિક હોય અને બધુ જાણતા હોય કે કાળા રંગના કપડા પહેરનાર લોકો કાળા જાદુ કરે છે.

પોરબંદરમાં મોંઘવારી વિરોધ

આ પણ વાંચો GTUની પરીક્ષા ઓનલાઈન અને ઓફલાઇન વિકલ્પ સાથે લેવામાં આવે તેવી માંગ સાથે NSUIનો વિરોધ

કાળા કપડા પહેરી તાંત્રિક વિધી કરી પોરબંદર NSUIના કિશન રાઠોડ દ્વારા વિનંતી કરી હતી કે આપ જો એટલી જ તાંત્રિક વિધીઓ જાણતા હોય હાલ આપણા દેશમાં હાલ મોંઘવારીએ માજી મુકી છે. ગેસ, શાકભાજી, તેલના ડબ્બાના ભાવો આસમાને સામાન્ય અને મધ્યમ વર્ગના પરિવારોને ઘર ચલાવવા મુશ્કેલ બન્યા છે. પેટ્રોલ, ડિઝલ, CNG ના ભાવો રફતારની જેમ દિવસે દિવસે વધી રહ્યા છે, વાહન ચાલકો વાહનો લઇને પણ ચાલી અને બસમાં જવાનુ પસંદ કરે છે. યુવાનોની વાત કરીએ તો બેરોજગારીનો કોઇ તોડ નથી દિવસે-દિવસે સારૂ ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરનાર યુવાનો નોકરીમાં જયા ત્યાં ભટકી રહ્યા છે. તો આ બધુ આપણા દેશના વડાપ્રધાન કોઇ તાંત્રિક વીધી કરીને તમામને મુક્ત કરે. બેરોજગારી, મોંઘવારીમાંથી બહાર કાઢો જેથી યુવાનોને નોકરીઓ મળી રહે લોકો આવી ભયંકર મોંઘવારીમાંથી દુર થાય.

આ પણ વાંચો પાટણ યુનિવર્સિટીમાં કૌભાંડ મામલે NSUIએ કુલપતિના રાજીનામાની માગ કરી

મોંઘવારીથી બચાવોના સુમોચ્ચાર આ નિવેદનને લઇને પોરબંદર જિલ્લા NSUI દ્વારા રાણીબાગ સર્કલ ખાતે કાળા કપડા પહેરી તાંત્રિક વિધીમાં તમામ વસ્તુઓ લઇને કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. બાબા બેરોજગારીથી બચાવો, મોંઘવારીથી બચાવોના સુમોચ્ચાર કરવામાં આવ્યા હતા. પોલીસ દ્વારા 15 જેટલા NSUI ના કાર્યકરોએ પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જિલ્લા NSUI પ્રમુખ કિશન રાઠોડ, જયદિપ સોલંકી, રાજ પોપટ, હર્ષ ગોહેલ, દિક્ષિત પરમાર, દિવ્યેશ સોલંકી,અરમાન પરમાર, હિરેન મેઘનાથી,પરેશ થાનકી,હરિત શાહ,ભરત ખરા,યશ ઓઝા સહિત જોડાયા હતા.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.