- પોરબંદર હેડ પોસ્ટ ઓફિસમાં નોટરીયલ સ્ટેમ્પ ન મળતા નોટરીઓ મુશ્કેલી મુકાયા
- નોટરી એસોસિએશન દ્વારા સાંસદ અને કલેક્ટર મેં કરાઈ રજુઆત
- નોટરિયલ સ્ટેમ્પ મેળવવા 42 કિમિ જેટલું કાપવું પડે છે અંતર
- ચલણ જમા કરાવ્યા બાદ એક દિવસ ની રાહ જોવી પડે છે પોરબંદર હેડ પોસ્ટ ઓફિસમાં નોટરીયલ સ્ટેમ્પ ન મળતા નોટરીઓ મુશ્કેલી મુકાયા
પોરબંદર: જિલ્લામાં નોટરીયલ સ્ટેમ્પ માટે હેડ પોસ્ટ ઓફિસ પોરબંદરને જરૂરી મંજૂરી તથા લાયસન્સ હોવા છતાં હાલ પોસ્ટ ઓફિસ ખાતે નોટરીયલ સ્ટેમ્પ જિલ્લા નોટરીઓને ન મળતાં પોરબંદર જિલ્લા નોટરી એસોસિએશન દ્વારા સાંસદ તથા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.
![પોરબંદર](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/gj-pbr-02-notry-10018_19012021162718_1901f_01953_188.jpg)
સ્ટેમ્પ મેળવવા માટે 42 કિલોમીટર જેટલું અંતર કાપવું પડે છે
પોરબંદર જિલ્લા નોટરી એસોસિએશનના પ્રમુખ કેતનભાઈ દાણીએ જણાવ્યું હતું કે, પોરબંદર જિલ્લાના નોટરીને નોટરીયલ સ્ટેમ્પ મેળવવા માટે સીટીથી જિલ્લા તિજોરી કચેરી જોવું પડે છે. જે ખૂબ જ દૂર હોઈ જ્યારે ચલણ ભરવા માટે માણેકચોક પોરબંદર ખાતે આવી ફરીથી જિલ્લા તિજોરી ખાતે ચલણ જમા કરવાનું થાય છે અને ત્યારબાદ બીજા દિવસે તે પ્રાપ્ત થતા હોય છે. આમ એક નોટરી સ્ટેમ્પ મેળવવા માટે જિલ્લા નોટરી ઓને કુલ પોરબંદર સીટીથી આવક-જાવકના ત્રણ ફેરા સાથે 42 કિલોમીટર જેટલું રનીંગ થતું હોય છે. આમ આ બાબતે ખૂબ જ મુશ્કેલી પડી રહેલ છે. જો આ જ સ્ટેમ્પનું હેડ પોસ્ટ ઓફિસથી વેચાણ કરવામાં આવે તો તમામ સમસ્યાઓનો ઉકેલ આવી શકે તેમ છે. તેવી રજૂઆત નોટરી એસોસિએશન દ્વારા કરવામાં આવી છે.