પોરબંદરની નિર્મલા મહેશ્વરી 44 વર્ષે પણ તંદુરસ્ત છે અને નિયમિત વ્યાયામના લીધે અનેક ક્ષેત્રે પ્રગતિ કરી છે. નિર્મલાના પિતા ધરમશીભાઇ ઓલ ઇન્ડિયા રેડિયોમાં સ્પોર્ટ્સ વિભાગમાં હતા અને સારા ક્રિકેટર પણ હતાં. તેથી નાનપણથી જ તેમને રમત-ગમતમાં ખાસ્સો એવો રસ અને તેથી જ જિલ્લા રાજ્ય અને રાષ્ટ્રની રમત-ગમતમાં ભાગ લઇ સફળતા મેળવતા ગયા હતાં. હાલ આંતરાષ્ટ્રીય લેવલે ચાર મેડલ પણ જીત્યા છે. જેમાં 2018માં મલેશિયા ઉપરાંત 2019માં શ્રીલંકા એથ્લિટ્સ ક્ષેત્રે પણ મેડલ મેળવ્યા છે. તો આવનારા 2020માં વર્લ્ડ ચેમ્પિયનશીપમાં પણ જાપાન રમવા જવાના છે.
આ ઉપરાંત નિર્મલા મહેશ્વરી એક સારા કોચ તરીકે પણ ફરજ બજાવી રહ્યા છે. તે જુડો એથ્લેટીક્સ કુસ્તી ટેકવેન્ડો કરાટેમાં પણ અનેક વિદ્યાર્થીઓ તૈયાર કરી ચૂક્યા છે અને બે વિદ્યાર્થીઓએ પોરબંદરમાં પ્રથમવાર જયદીપસિંહ એવોર્ડ પણ મેળવી ચૂક્યા છે. માસ્ટર એથ્લેટીક્સ તરીકે વિનંતી કરતા તેઓએ જણાવ્યું હતું કે, રાજ્ય સરકાર કે કોઈ મંડળ દ્વારા દરેક ખેલાડીને રાષ્ટ્રીય કે આંતરરાષ્ટ્રીય કક્ષાની રમતોમાં સ્વ ખર્ચે રમી મેડલ જીતે છે, તેમ છતાં તેઓને સરકાર દ્વારા કોઈ સહાય મળતી નથી. આથી, આ ખેલાડીઓ ફક્ત પોતાના પેશન માટે રમે છે. જો સરકાર દ્વારા વધુ પ્રોત્સાહન આપવામાં આવી તો અનેક ખેલાડીઓ માસ્ટર એથ્લેટિક્સમાં પણ જોડાઈ શકે છે અને સફળતા મેળવી શકશે.