ETV Bharat / state

કોરોનાના દર્દીઓ માટે સાંદિપની આશ્રમ દ્વારા ઓક્સિજન ટેન્ક સહિત જરૂરી સાધન સામગ્રી અર્પણ કરાશે - સાંદિપની આશ્રમ પોરબંદર

કોરોના મહામારી વચ્ચે ઓક્સિજનની અછત વર્તાઈ રહી છે. તંત્ર અને નેતાઓ ઓક્સિજન માટેના પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે કથાકાર રમેશભાઈ ઓઝા પણ મદદે આવ્યા હતા. તેમણે મીડિયા સમક્ષ પોરબંદરમાં 20,000 લીટરની ઓક્સિજન ટેન્કની વ્યવસ્થામાં અનુદાન આપશે તેવી જાહેરાત કરી છે.

Porbandar News
Porbandar News
author img

By

Published : May 2, 2021, 5:46 PM IST

  • પોરબંદરમાં કોરોનાના દર્દીઓ માટે જરૂરી સાધન સામગ્રી સાંદિપની આશ્રમ અર્પણ કરશે
  • 200 બેડમાં પાઇપલાઇન દ્વારા દર્દીઓને ઓક્સિજન મળે તેવી વ્યવસ્થા કરાશે
  • હ્યુમિડિફાયર, ફ્લોમીટર, ઓક્સિજન કોન્સનટ્રેટ મશીનની પણ સહાય અપાશે
  • પોરબંદરમાં વધુ ઓક્સિજન આપવા રિલાયન્સને કરી વિનંતી

પોરબંદર : સમગ્ર વિશ્વ કોરોના મહામારી સામે લડી રહ્યું છે. ઓક્સિજનની અછત વર્તાય રહી છે. તંત્ર અને નેતાઓ ઓક્સિજન માટેના પ્રયાસો કરી રહ્યા છે, ત્યારે કથાકાર રમેશભાઈ ઓઝા પણ મદદે આવ્યા હતા. તેમણે મીડિયા સમક્ષ પોરબંદરમાં 20,000 લીટરની ઓક્સિજન ટેન્કની વ્યવસ્થામાં અનુદાન આપશે તેવી જાહેરાત કરી છે.

કોરોનાના દર્દીઓ માટે સાંદિપની આશ્રમ દ્વારા ઓક્સિજન ટેન્ક સહિત જરૂરી સાધન સામગ્રી અર્પણ કરાશે

આ પણ વાંચો : ભાવનગરમાં યુવાન કરી રહ્યો છે ઓક્સિજન સિલિન્ડરની વિનામૂલ્યે સેવા

કુલ 1 કરોડ જેટલી રકમની ફાળવણી સાંદિપની આશ્રમ દ્વારા કરાશે

રમેશભાઈ ઓઝાએ આજે રવિવારે પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, વૈશ્વિક મહામારીમાં દુઃખ વ્યક્ત કરતા નેતાઓએ રાજકીય પક્ષ પાત છોડી સૌ સાથે રહી કોરોના સામે લડીએ તેમ જણાવ્યું હતું. કથાકાર રમેશ ઓઝાએ ઓક્સિજન પ્રશ્ન તરત જ હલ કરવાની નેમ લીધી છે. સરકારી કોવિડ હોસ્પિટલમાં 20,000 લીટરની ઓક્સિજન ટેન્ક ફિટ કરી દરેક બેડ ઉપર દર્દીને ઓક્સીજન મળે તેવી વ્યવસ્થા કરવાની જાહેરાત કરી હતી. અંદાજે 75 લાખના ખર્ચે કામગીરીની કરી શરૂઆત કરશે. ગત વર્ષે પણ કોરોના મહામારીમાં 35 લાખનું અનુદાન સાંદિપની આશ્રમ દ્વારા કરવામાં આવ્યું હતું. આમ કુલ 1 કરોડ જેટલી રકમની ફાળવણી સાંદિપની આશ્રમ દ્વારા કરવામાં આવશે, તેમ રમેશભાઈ ઓઝાએ જણાવ્યું હતું.

આ પણ વાંચો : ભાવનગર શહેર બાદ જિલ્લામાં વધુ એક યુવાનની પ્રાણવાયુ ઓક્સિજનની સેવાઃ 5માંથી 70 સિલિન્ડર સુધી યજ્ઞ

પોરબંદરમાં વધુ ઓક્સિજન ફાળવણી કરવા રિલાયન્સને કરી વિનંતી

પોરબંદરમાં ઓક્સિજનની જરૂરિયાત હોવાથી કથાકાર રમેશ ઓઝાએ રિલાયન્સના પરિમલ નથવાણીને વધુ ઓક્સિજન ફાળવવા વિનંતી કરી હતી, ત્યારે રાજ્ય સરકારની સૂચના અનુસાર ઓક્સિજનની ફાળવણી થતી હોય તેવો જવાબ પરિમલ નથવાણીએ આપી વધુ ઓક્સિજન આપવાનો પ્રયાસ કરશે તેમ જણાવ્યું હતું. લોકડાઉન ગમે ત્યારે લાગી શકાય તેવી સ્થિતિ સર્જાઈ છે, ત્યારે ગરીબો મટે અનાજ વિતરણ પણ સાંદિપની આશ્રમ દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમગ્ર કાર્યમાં જિલ્લા પ્રશાશન અને નિષ્ણાંત તબીબોની સલાહ લઈ આગળ વધારવામાં આવશે તેમ રમેશભાઈએ જણાવ્યું હતું.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.