પોરબંદર: પોરબંદરમાં છેલ્લા 15 દિવસથી નેવીની ઉજવણી(Navy celebrations in Porbandar) ચાલી રહી છે. જે અંતર્ગત પોરબંદરના આઈએનએસ સરદાર પટેલ ખાતે આજે નેવીના અધિકારીઓએ નેવીની કામગીરી અંતર્ગત વિસ્તૃત માહિતી આપી(detailed information under the operation of Navy) હતી. ભારતીય નૌકાદળના સતત પ્રયાસોના પરિણામે તમામ હિતધારકો વચ્ચે સફળ સહકાર વધ્યો છે.
સુરક્ષાને લગતા કાર્યક્રમ: 4 ડિસેમ્બરે નેવી ડેની ઉજવણી કરવામાં આવતી હોય છે. જે અંતર્ગત પોરબંદરમાં દરિયાઈ સુરક્ષા દળો તથા નાગરિક વહીવટી તંત્ર દ્વારા અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે. દરિયામાંથી આવતા ખતરા અને સુરક્ષા દળોને ચેતવણી આપવા માટે હાથ ધરવામાં આવનાર પગલાં અંગે માછીમાર સમુદાયને મદદ કરવા અને સંવેદનશીલ બનાવવા માટે અનેક કાર્યક્રમો હાથ ધરવામાં આવી રહ્યા છે.
વિવિધ અભિયાનો દ્વારા જાગૃતિ: INS સરદાર પટેલ પર ઉપસ્થિત રહેલ ફ્લેગ ઓફિસર કમાન્ડીંગ ગુજરાત નેવલ એરિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં સાગર સુરક્ષા દળ અને ગ્રામ રક્ષક દળની રચના જેવી પહેલો પણ આ અભિયાનોમાં કરવામાં આવે છે. ઉપરાંત ભારતીય નૌકાદળ દ્વારા હાથ ધરવામાં આવેલા વિવિધ અભિયાનો મુજબ પુનિત સાગર અભિયાન નામના અભિયાન હેઠળ સ્વચ્છ સાગર સુરક્ષા સાગર અને સ્વચ્છ શાંત અને નૈસર્ગિક દરિયાકિનારા તરફ સ્વચ્છ ભારતનો સંદેશ આપવામાં આવ્યો છે. ફીટ ઇન્ડિયા એક જાગૃતિ અભિયાન જે ભારતીય જનતાને ફીટ અને સ્વસ્થ જીવનશૈલી તરફ શિક્ષિત અને પ્રોત્સાહિત કરે છે. ગુજરાત દમણ અને દીવ નેવલ એરિયામાં નૌકાદળના એકમો દ્વારા સ્પોર્ટ ચેમ્પિયનશિપ મેરોથોન અને ફ્રીડમ રન જેવી પ્રવૃત્તિનું આયોજન પણ કરવામાં આવ્યું છે.
15થી વધુ એજન્સી વચ્ચે માહિતી શેર થશે: નૌકાદળના અધિકારી એડમીરલ સંદીપ સકસેનાએ જણાવ્યું હતું કે ભારતીય નૌકાદળના રાષ્ટ્રીય મેરીટાઇમ ડોમેનને વધુ જાગૃત કરવા માટે આગળ વધી રહી છે. જેનો હેતુ ભારત સરકારના સાત મંત્રાલય અને 15 થી વધુ એજન્સી વચ્ચે માહિતી એકીકૃત કરી શેર કરવાનો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત હાલના આઈએમસીને એનએમડીએ કેન્દ્રમાં અપગ્રેડ કરવામાં આવશે. જે બહુ એજન્સી કેન્દ્ર હશે.