ETV Bharat / state

Rajkot Airport : ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું PM મોદી કરશે લોકાર્પણ, સૌરાષ્ટ્રના વિકાસને મળશે ગતિ - Narendra Modi visits Rajkot

PM મોદીના હસ્તે રાજકોટમાં ગુજરાતના પ્રથમ ગ્રીનફીલ્ડ એરપોર્ટનું લોકાર્પણ થવા જઈ રહ્યું છે. આ એરપોર્ટ થક્કી સૌરાષ્ટ્રના વેપાર વિભાગથી લઈને તમામ ક્ષેત્ર વિકાસને વેગ મળશે. એકસાથે 14 વિમાન પાર્ક, પેસેન્જર ટર્મિનલ સહિતની સુવિધા રાખવામાં આવી છે. તેમજ C-ટાઇપ પ્લેન ઓપરેટ કરી શકાશે. ત્યારે ગ્રીનફિલ્ડ એરપોર્ટ એટલે શું તેમની ખાસિયત જાણો.

Rajkot Airport : ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટનું PM મોદી કરશે લોકાર્પણ, સૌરાષ્ટ્રના વિકાસને મળશે ગતિ

author img

By

Published : Jul 24, 2023, 9:24 PM IST

રાજકોટ : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 27 અને 28 જુલાઈ 2023ના રોજ ગુજરાતની બે દિવસીય યાત્રા પર છે. તેઓ 27મી જુલાઈના રોજ ગુજરાતના પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ-હિરાસર ગ્રીનફિલ્ડ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. આ માટે હાલ રાજકોટ જિલ્લા વહીવટી તંત્ર તેમજ એરપોર્ટ ઓથોરિટી દ્વારા તૈયારીઓનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. જ્યારે પીએમ મોદીએ 7 ઓક્ટોબર 2017ના રોજ ચોટીલા પાસે આવેલા હિરાસર ગામમાં આંતરરાષ્ટ્રીય એરપોર્ટના નિર્માણ અર્થે ભૂમિપૂજન કર્યું હતું. હવે સૌરાષ્ટ્ર તેમજ ગુજરાતના આર્થિક વિકાસની ઉડાનને નવી ગતિ આપનારા આ એરપોર્ટનું તેમના વરદહસ્તે લોકાર્પણ થવા જઈ રહ્યું છે, ત્યારે સૌરાષ્ટ્રના લોકોમાં ઉત્સાહનો માહોલ છે.

C-ટાઇપ પ્લેન ઓપરેટ કરી શકાશે
C-ટાઇપ પ્લેન ઓપરેટ કરી શકાશે

રાજ્યનું પ્રથમ ગ્રીનફિલ્ડ એરપોર્ટ : વર્ષ 2017માં ભૂમિપૂજન બાદ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટના નિર્માણ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અને ગુજરાત સરકારના નાગરિક ઉડ્ડયન વિભાગ વચ્ચે સમજૂતી કરાર થયા હતા. રાજકોટ તેના નાના પાયાના તેમજ મોટા ઉદ્યોગોને કારણે ગુજરાત અને ભારત માટે એક મહત્વપૂર્ણ આર્થિક કેન્દ્ર છે. આ શહેર વૈશ્વિક પરિપ્રેક્ષ્ય સાથે જટિલ પુરવઠા શૃંખલાઓમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી રહ્યું છે, જેમાં ઝડપથી વધારો થવાની અપેક્ષા છે.

એરપોર્ટને કારણે વિકાસ : આંતરરાષ્ટ્રીય બજાર સાથે એર કનેક્ટિવિટી ઔદ્યોગિક વિકાસને વેગ આપશે, જે બદલામાં રોજગારીની નવી તકો પેદા કરશે. આ ઉપરાંત, નવા એરપોર્ટને કારણે રાજકોટમાં ઘણો વ્યાવસાયિક વિકાસ પણ થશે. આ એરપોર્ટ અમદાવાદ-રાજકોટ હાઈવે પર સ્થિત છે, જેના કારણે આ એરપોર્ટ આ વિસ્તારમાં આવેલા બહુવિધ ઉદ્યોગો માટે લોજિસ્ટિક્સ સંબંધિત સમય અને ખર્ચમાં ઘટાડો કરશે. મોરબીના સિરામિક ઉદ્યોગ અને જામનગરના અન્ય ઉદ્યોગો પણ એર કનેક્ટિવિટી માટે રાજકોટ પર નિર્ભર છે. આ નવું એરપોર્ટ ટ્રાવેલ લોજિસ્ટિક્સ, હોટેલ ઉદ્યોગ, રેસ્ટોરાં, વેરહાઉસ-કાર્ગો હેન્ડલિંગ, ક્લીયરિંગ બિઝનેસ વગેરેને પ્રોત્સાહન આપશે.

ગ્રીનફિલ્ડ એરપોર્ટ
ગ્રીનફિલ્ડ એરપોર્ટ

ગ્રીનફિલ્ડ એરપોર્ટની વિશેષતાઓ : રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટને પીએમ ગતિશક્તિ પ્રોજેક્ટ હેઠળ સમાવિષ્ટ કરવામાં આવ્યું છે. રાજકોટથી આશરે 30 કિલોમીટર દૂર, નેશનલ હાઇવે નં-27નજીક હિરાસર ગામ પાસે 1405 કરોડના ખર્ચે આંતરરાષ્ટ્રીય ગ્રીનફિલ્ડ એરપોર્ટનું નિર્માણ થયું છે. સમગ્ર એરપોર્ટ સંકુલ 1025.50 હેક્ટરમાં (2534 એકર) ફેલાયેલું છે, જેમાં 1500 એકરમાં એરપોર્ટ ઑથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા એરપોર્ટનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ એરપોર્ટ 3040 મીટર (3.04 કિમી) લાંબો અને 45 મીટર પહોળો રન-વે ધરાવે છે, જેના પર એકસાથે 14 વિમાનો પાર્ક થઈ શકશે. 50,8000 ચોરસ મીટરમાં એપ્રન બોય્ઝ બનાવવામાં આવ્યો છે. 23 હજાર ચોરસ મીટરમાં પેસેન્જર ટર્મિનલ બનાવવામાં આવ્યું છે. આ ટર્મિનલ પીક અવર્સમાં દર કલાકે 1280 પ્રવાસીઓનું સંચાલન કરી શકાશે.

C-ટાઇપ પ્લેન ઓપરેટ કરી શકાશે : આ નવા ગ્રીનફિલ્ડ એરપોર્ટ પરથી ‘C’- ટાઇપ પ્લેન પણ ઓપરેટ કરી શકાશે, ભવિષ્યમાં ‘E’- ટાઇપ પ્લેન માટેની વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આનાથી રાજકોટ અને સૌરાષ્ટ્રના લોકો એરબસ એ-380, બોઇંગ 747 અને બોઇંગ 777 જેવા મોટા કદના વિમાનોની સેવાઓ મેળવી શકશે. એરપોર્ટ પર સોલાર પાવર સિસ્ટમ, ગ્રીન બેલ્ટ તેમજ રેઈન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ પણ લગાવવામાં આવી છે. આ એરપોર્ટ પર પેરેલલ હાફ ટેક્સી-વે, રેપિડ એક્ઝિટ ટેક્સી ટ્રેક, ઇન્ટરિમ ટર્મિનલ બિલ્ડિંગ, કાર્ગો અને એમઆરઓ/હેન્ગર્સની સુવિધા પણ ઉપલબ્ધ થશે. ગ્રીનફિલ્ડ એરપોર્ટને તાજેતરમાં ઇન્ટરનેશનલ એરોનોટિકલ ઇન્ફોર્મેશન પબ્લિકેશન (A.I.P) ટેગ આપવામાં આવ્યું છે. આ ટેગ એરક્રાફ્ટના સંચાલન માટે ખૂબ મહત્વનો ગણાય છે. આ એરપોર્ટ વિશિષ્ટ સુવિધાઓથી સજ્જ હશે, જેમાં ચાર પેસેન્જર બોર્ડિંગ બ્રિજ, ત્રણ કન્વેયર બેલ્ટ અને 8 ચેક-ઇન કાઉન્ટર (ભવિષ્યમાં બીજા 12 ચેક-ઇન કાઉન્ટર્સ બનાવવામાં આવશે)નો સમાવેશ થાય છે. આ સાથે જ, આ એરપોર્ટ અદ્યતન ફાયર ફાઇટિંગ અને ફાયર એલાર્મ સિસ્ટમથી સજ્જ હશે.

શું છે ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ? : ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ એટલે એવા એરપોર્ટ્સ જે શૂન્યમાંથી સર્જિત થયા હોય એટલે કે ગ્રાઉન્ડ ઝીરોમાંથી બનાવવામાં આવ્યા હોય. વિકાસ પ્રક્રિયાના ભાગરૂપે, ગ્રીનફિલ્ડ એરપોર્ટ્સ ઘણીવાર પર્યાવરણીય બાબતોને ધ્યાનમાં લે છે અને આસપાસના વાતાવરણ પર તેમની અસર ઘટાડવાનો પ્રયાસ કરે છે.

  1. Ahmedabad Airport: અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ભરાયા પાણી, વીડિયો થયો વાયરલ
  2. Rajkot News: રાજકોટ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રથમ વખત એરફોર્સના બોઇંગ પ્લેનનું સફળ લેન્ડિંગ
  3. Surat News: સુરત એરપોર્ટ પર રાજ્યનું સૌથી મોટું ગોલ્ડ સ્મગલિંગ, ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટના PSIની કરાઇ ધરપકડ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.