ETV Bharat / state

Mother & son Yatra on Scooter: કળિયુગનો શ્રવણ, માતાને 23 વર્ષ જૂના સ્કૂટર પર આખા ભારતમાં તીર્થયાત્રા કરાવી - કળિયુગનો શ્રવણ

અંધ માતા પિતાને કાવડમાં દેશના તીર્થ સ્થાનો પર યાત્રા કરાવનાર પાત્ર શ્રવણ કુમાર હિન્દુ સંસ્કૃતિનું એક અમર દૃષ્ટાંત છે. જેના કારણે વડીલોની સેવાની પ્રેરણા હજારો વર્ષ પછી પણ લોકોને મળતી રહે છે. આધુનિક યુગમાં પણ એવું જ એક દ્રષ્ટાંત જોવા મળ્યું છે. કર્ણાટકના મૈસુર શહેરના કૃષ્ણકુમાર તેમની 73 વર્ષની માતાને ભારતના તમામ તીર્થની યાત્રા પોતાના 23 વર્ષ જૂના સ્કૂટર પર કરાવી રહ્યા છે. જે અંતર્ગત તેમણે પોરબંદરના ગાંધી જન્મ સ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લીધી હતી.

Etv Bharat
Etv Bharat
author img

By

Published : Aug 20, 2023, 1:03 PM IST

73 વર્ષની માતાને 23 વર્ષ જૂના સ્કૂટર પર યાત્રા કરાવનાર કળિયુગનો શ્રવણ

પોરબંદર: કર્ણાટકના મૈસુરમાં રહેતા 40 વર્ષીય કૃષ્ણ કુમારે તેમની 70 વર્ષીય માતાને સ્કૂટર પર તમામ તીર્થસ્થળોની યાત્રા કરાવી હતી. આ દરમિયાન તેમણે સ્કૂટર દ્વારા 56,522 કિમીનું અંતર કાપ્યું હતું. આ કાર્યમાં તેમને લગભગ ત્રણ વર્ષ લાગ્યાં હતા.

માતાને યાત્રા કરાવવા નોકરી છોડી
માતાને યાત્રા કરાવવા નોકરી છોડી

બજાજના 23 વર્ષ જૂના સ્કૂટર પર યાત્રા: કળિયુગના આ શ્રવણ કૃષ્ણકુમાર તેની માતાને લઈ નેપાળ ભૂતાન અને મ્યાનમાર સુધી પણ સ્કૂટર પર યાત્રામાં જઈ આવેલ છે. કોઈ રેકોર્ડ માટે નહીં પરંતુ માતાને યાત્રા કરાવવાના આશયથી અને આત્મસંતોષ માટે આ યાત્રા શરૂ કરવામાં આવી છે. આ માટે તેમણે નોકરી પણ છોડી દીધી હતી. જેમણે પોતાનું જીવન પોતાની વૃદ્ધ માતાને સમર્પિત કર્યું છે. રસપ્રદ વાત એ હતી કે તેણે બજાજના 23 વર્ષ જૂના 2000 મોડેલ સ્કૂટર પર આ તીર્થ યાત્રા કરી લીધી હતી.

યાત્રાને લોકોનો પ્રેમ મળ્યો
યાત્રાને લોકોનો પ્રેમ મળ્યો

ગાંધી જન્મ સ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લીધી: પોરબંદરમાં કળિયુગના આ શ્રવણ કૃષ્ણકુમાર દક્ષિણામૂર્તિ તેની માતા ચુડારત્નમ્માને લઈ સ્કૂટર પર પહોંચ્યા હતા. ત્યારે પોરબંદરના શ્રી રામકૃષ્ણ મિશન આશ્રમમાં રહ્યા હતા અને ગાંધી જન્મ સ્થળ કીર્તિ મંદિરની પણ મુલાકાત લીધી હતી. રામકૃષ્ણ મિશનમાં આવતા બાળકોને સંદેશો આપ્યો હતો કે માતા-પિતા જેવી રીતે આપણને મોટા કર્યા છે તેવી જ રીતે માતા પિતાને પણ સેવા કરવી આપણી ફરજ છે અને વૃદ્ધાશ્રમ વિશે જણાવતા કહ્યું હતું કે વૃદ્ધાશ્રમ ન હોવા જોઈએ. માતા-પિતાને માટે બાળકોએ સમય ફાળવવો જોઈએ.

ગાંધી જન્મ સ્થળ કીર્તિ મંદિરની મુલાકાત લીધી

માતાને યાત્રા કરાવવા નોકરી છોડનાર કૃષ્ણ કુમારે જણાવ્યું હતું કે,

" તેઓ કોર્પોરેટર કંપનીમાં ટીમ લીડર તરીકે નોકરી કરતો હતો અને 2017માં વન વિભાગમાં નોકરી કરતા પિતા દક્ષિણામૂર્તિનું દેહાંત થયા બાદ માતા એકલા પડી ગયા હતા. તેઓએ તેમના માતાએ શહેરનું મંદિર પણ જોયું નહોતું આથી માતૃ સંકલ્પ સેવા યાત્રા શરૂ કરી અને મારી માતાને તમામ ધામોના દર્શન કરાવવાનો નિર્ણય લીધો હતો. 18 જાન્યુઆરી 2018ના રોજ પિતાજીએ આપેલ સ્કૂટર પર આ યાત્રા શરૂ કરી. આ દરમિયાન કોવિડ આવતા સપ્ટેમ્બર 2020માં ઘરે પરત ફર્યા હતા. 56 હજાર કિલોમીટરથી વધુની આ યાત્રાને પાર કરવામાં તેને 2 વર્ષ 9 મહિનાનો સમય લાગ્યો. કૃષ્ણ કુમારે માતા માટે હજુ સુધી લગ્ન કર્યા નથી."

યાત્રાને લોકોનો પ્રેમ મળ્યો: માતૃ સેવા સંકલ્પ યાત્રામાં નીકળેલા આ યુવાને જણાવ્યું હતું કે ભારતના અલગ અલગ રાજ્યોમાં અને અલગ અલગ જિલ્લાઓમાં અનેક લોકોનો પ્રેમ મળી રહ્યો છે. એક દિવસ દરમિયાન 100થી 150 km નું જ અંતર કાપી રહ્યા છે અને તમામ લોકોનો સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે. લોકો આવકાર પણ કરી રહ્યા છે ત્યારે આ યાત્રામાં કોઈપણ પ્રકારની મુશ્કેલી તેઓને પડી નથી આ યાત્રાને લોકોએ પણ બિરદાવી હતી.

  1. માતા સાથે સ્કૂટર પર નીકળ્યો 'શ્રવણ કુમાર', અત્યાર સુધીમાં 70,000 કિલોમીટરનું અંતર કાપ્યું
  2. કળિયુગનો શ્રવણ, માતાને બચાવવા જતા પૂત્રએ પણ ગુમાવ્યો જીવ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.