પોરબંદરઃ કોરોના વાયરસની દહેશત ચારેકોર ફેલાય છે. ત્યારે રમઝાન ઈદ પણ સાદગીથી અને ઘરમાં રહીને ઉજવણી કરવામાં આવે તેવી અપીલ મુસ્લિમ સમાજના આગેવાનોએ કરી છે.
સામાન્ય રીતે રમઝાન ઈદ સમયે મોટી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો ઇદગાહમાં ભેગા થઈને ઈદની શુભેચ્છા અને મુબારકવાદ પાઠવતા હોય છે. પરંતુ આ વર્ષે ઇતિહાસમાં સૌપ્રથમવાર એવી ઘટના બની છે, જેના કારણે તમામ ધર્મના લોકોએ ધાર્મિક ઉજવણી સાદગીથી કરવી પડી રહી છે.