- માછીમારોના વિવિધ પ્રશ્નોને લઈ સાંસદ રમેશ ધડુક આવ્યા મેદાને
- માછીમારોને કેરોસીનમાં સબસિડી આપવામાં આવે તેવી રજૂઆત
- ઓબીએમ મશીન ખરીદવામાં પણ માછીમારોને મદદ મળે તેવી માગ
પોરબંદરઃ દરિયો ખેડવા જતા માછીમારોને અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તેમની સમસ્યાઓ જોઈને પોરબંદરના સાંસદ રમેશ ધડુકે તેમની સમસ્યા અંગે કેન્દ્રિય પેટ્રોલિયમ પ્રધાન ધર્મેન્દ્ર પ્રધાનને પત્ર લખી રજૂઆત કરી છે. રજૂઆતમાં તેમણે જણાવ્યું છે કે, માછીમારોને કેરોસિનમાં સબસિડી અને ઓબીએમ મશીન ખરીદવામાં સહાયતા આપવામાં આવે છે, પરંતુ હજુ સુધી માછીમારોને કોઈ લાભ નથી એટલે તેમની સમસ્યાઓનું જલદીથી નિવારણ લાવવામાં આવે.
માછીમારોના અનેક પ્રશ્નોને લઈ સાંસદ રમેશ ધડુકે પેટ્રોલિયમ મંત્રાલયમાં કરી રજૂઆત એક્સાઈઝ અને વેટમુક્ત ડીઝલ આપૂર્તિ માટે નાણા મંત્રાલયમાં કરી રજૂઆતમાછીમારો તેના વ્યવસાયમાં છેલ્લા બે વર્ષથી મુશ્કેલી અનુભવી રહ્યા છે. માછલી પકડવા માટે ડીઝલ રાશન બરફ અને વેતન ખૂબ મોંઘુ થઈ ગયું છે ત્યારે એક બોટમાં 8થી 9 માછીમારો હોય છે. વરસાદની ઋતુમાં અગાઉ રૂપિયા જમા કરી ખર્ચ આપવો પડે છે, જે લગભગ 5થી 7 લાખ રૂપિયા જેવો થાય છે. આ ઉપરાંત ઓફ સિઝનમાં બોટનો મરામત ખર્ચ 3 લાખ સુધીનો થાય છે. આ રીતે માછીમારી કરવા જતા સમયે પણ ઓછામાં ઓછું 3થી 4 લાખ ખર્ચ માછીમારોને કરવો પડે છે. ત્યારે કોવિડ-19માં માછીમારોને પણ વ્યવસાયમાં અનેક મુશ્કેલી પડી રહી છે, જેને ધ્યાને લઈ માછીમારોને એક્સાઈઝ અને વેટમુક્ત ડીઝલ આપૂર્તિ માટે સાંસદ રમેશ ધડુકે નાણા મંત્રાલયમાં નાણા પ્રધાન નિર્મલા સીતારામણને પત્ર પાઠવી રજુઆત કરી છે.
માછીમારોના અનેક પ્રશ્નોને લઈ સાંસદ રમેશ ધડુકે પેટ્રોલિયમ મંત્રાલયમાં કરી રજૂઆત કિશાન ક્રેડિટ કાર્ડ યોજનામાં અતિરિક્ત લાભ આપવા માગમાછીમારોને કિસાન ક્રેડિટ કાર્ડ યોજનામાં સામેલ કરવામાં આવ્યા છે, પરંતુ તેનો અતિરિક્ત લાભ હજુ માછીમારોને ન મળતો હોવાથી સાંસદ રમેશ ધડુકે કૃષિ અને કિસાન કલ્યાણ પ્રધાન નરેન્દ્રસિંહ તોમરને પણ આ બાબતે રજૂઆત કરી છે.