ETV Bharat / state

પોરબંદરમાં બે દિવસમાં છ ખલાસીના મોત, વધુ ત્રણ ખલાસીઓના મૃતદેહ મળી આવ્યાં - porbandar news

પોરબંદરઃ 10 ઓગસ્ટથી પોરબંદર સમુદ્રમાં માછીમારી કરવા ગયેલા 19 નાના પિલાણામાંથી હજુ બે પિલાણા અને તેમાં સવાર દસ ખલાસીઓનો કોઈ સંપર્ક થઇ શક્યો નથી. ગઈ કાલે દરિયામાં ભારે તોફાનના કારણે ગુમ થયેલા પિલાણાનાં વધુ ત્રણ ખલાસીઓના મૃતદેહ ગોસા ટુકડા નજીકના દરિયા કિનારે મળી આવતા માછીમાર સમાજમાં શોકની લાગણી છવાઈ છે.

છ ખલાસીના મોત
author img

By

Published : Aug 12, 2019, 4:06 AM IST

પોરબંદરના કુલ 19 જેટલા પિલાણા ગઈકાલે નજીકના સમુદ્રમાં માછીમારી માટે ગયા હતા. ભારે વરસાદ અને પવનને કારણે સમુદ્ર તોફાની બનીને ભારે મોજા ઉછળતાં બોટને લંગર નાંખીને માછીમારો દરિયો શાંત થવાની રાહ જોતા હતા, પરંતુ તોફાનની સામે ત્રણ પિલાણા ડૂબી ગયા હતા. તેમજ માછીમારો પૈકી ત્રણ માછીમારો મનીષ લાલજી મસાણી, વસંત ભોવાન ભરાડા અને મુળુ લાખાના મૃતદેહો શનિવારે નવી બંદર નજીકથી મળી આવ્યા હતા. જ્યારે આજે 11 ઓગસ્ટ ના રવિવારે વધુ ત્રણ મૃતદેહો ટુકડા ગોસા નજીકથી મળી આવતા માછીમાર સમાજમાં શોક ફેલાય ગયો હતો.

"આસ્થા" નામના પિલાણાના 55 વર્ષીય લક્ષ્મણ ગાંગા બામણીયા, " જશોદા મૈયા" પિલાણાના બે ખલાસીઓ 50 વર્ષીય રમેશ પ્રેમજી આંજણી રહે વેરાવળ તથા 48 વર્ષીય શંકર નારણ સોલંકી રહે જાફરાબાદ ના મૃતદેહ મળી આવ્યા હતા. આથી માછીમાર સમાજના આગેવાનો સરકારી હોસ્પીટલે દોડી ગયા હતા અને ગુમ થયેલા ખલાસીઓ અને પિલાણાની શોધખોળ માટે કોસ્ટગાર્ડના હેલિકોપ્ટરની પણ મદદ લેવામાં આવી રહી છે. હજુ બે પિલાણા "દીપસાગર "અને "રામેશ્વર" અને તેમાં માછીમારી કરવા ગયેલા 10 જેટલા ખલાસીઓનો સંપર્ક થઇ શક્યો નથી જેથી માછીમારોમાં ચિંતાની લાગણી જોવા મળે છે તો બે દિવસમાં છ ખલાસીઓના દુર્ઘટનામાં મોત થતા માછીમાર સમાજમાં ગમગીની છવાઈ છે.

Intro:AS PER DESK APROVED

પોરબંદરમાં બે દિવસમાં છ ખલાસી ના મોત : વધુ ત્રણ ખલાસીની લાશ આજે મળી

10 ઓગસ્ટ થી પોરબંદર સમુદ્રમાં માછીમારી કરવા ગયેલ ૧૯ નાના પિલાણામાંથી હજુ બે પિલાણા અને તેમાં સવાર દસ ખલાસીઓ નો કોઈ સંપર્ક થઇ શક્યો નથી. ગઈ કાલે દરિયા માં ભારે તોફાન ના કારણે ગુમ થયેલ પિલાણા ના વધુ ત્રણ ખલાસી ના મૃતદેહ આજે ગોસા ટુકડા નજીક ના દરિયા કિનારે મળી આવતા માછીમાર સમાજ માં શોકની લાગણી છવાઈ છે

પોરબંદરના કુલ ૧૯ જેટલા પિલાણા ગઈકાલે નજીકના સમુદ્ર માં માછીમારી માટે ગયા હતા . પરંતુ ભારે વરસાદ અને પવનને કારણે સમુદ્ર તોફાની બનીને ભારે મોજા ઉછળતાં બોટને લંગર નાંખીને માછીમારો દરિયો શાંત થવાની રાહ જોતા હતા, પરંતુ તોફાનની સામે ત્રણ પિલાણા ડૂબી ગયા હતા તેમજ માછીમારો પૈકી ત્રણ માછીમારો મનીષ લાલજી મસાણી, વસંત ભોવાન ભરાડા અને મુળુ લાખા ના મૃતદેહ ગઈ કાલે નવી બંદર નજીક થી મળી આવ્યા હતા
Body:
જયારે આજે 11 ઓગસ્ટ ના રોજ વધુ ત્રણ મૃતદેહો ટુકડા ગોસા નજીક થી મળી આવ્યા હતા જેમાં "આસ્થા" નામના પિલાણા ના લક્ષ્મણ ગાંગા બામણીયા (ઉવ ૫૫ રે જાફરાબાદ)," જશોદા મૈયા" પિલાણા ના બે ખલાસીઓ રમેશ પ્રેમજી આંજણી (ઉવ ૫૦ રે ભીડીયા ,વેરાવળ )તથા શંકર નારણ સોલંકી (ઉવ ૪૮ રે જાફરાબાદ) ના મૃતદેહ આજે મળી આવ્યા હતા.આથી આજે પણ માછીમાર સમાજના આગેવાનો સરકારી હોસ્પીટલે દોડી ગયા હતા અને ગુમ થયેલા ખલાસીઓ અને પિલાણા ની શોધખોળ માટે કોસ્ટગાર્ડ ના હેલિકોપ્ટર ની પણ મદદ લેવામાં આવી રહી છે . હજુ બે પિલાણા "દીપસાગર "અને "રામેશ્વર" અને તેમાં માછીમારી કરવા ગયેલ ૧૦ જેટલા ખલાસીઓ નો સંપર્ક થઇ શક્યો નથી જેથી માછીમારો માં ચિંતા ની લાગણી જોવા મળે છે તો બે દિવસ માં છ ખલાસીઓ ના દુર્ઘટના માં મોત થતા માછીમાર સમાજ માં ગમગીની છવાઈ છે
Conclusion:
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.