ETV Bharat / state

પોરબંદરના છાયા વિસ્તારના 50થી વધુ સફાઈ કર્મચારીઓને પગાર ન મળતા હડતાળ પર ઉતર્યા

પોરબંદરના છાયા વિસ્તારમાં 50 જેટલા કર્મચારીઓને પગાર ન મળતાં તેઓ એક દિવસ કામથી અળગા રહી હડતાળ પર બેઠા હતા અને પગાર આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા.

porbandar
પોરબંદર
author img

By

Published : Oct 21, 2020, 12:45 PM IST

  • છાયા વિસ્તારના સફાઈ કર્મચારીઓ હડતાળ પર ઉતર્યા
  • પાલિકાએ સમયસર પગાર ન આપતા સફાઇ કર્મચારીઓ નારાજ
  • સફાઈ કર્મચારીઓએ પગાર આપો ના સૂત્રોચ્ચાર કર્યા

પોરબંદર: શહેરના છાયા વિસ્તારમાં 50 જેટલા કર્મચારીઓને પગાર ન મળતાં તેઓ એક દિવસ કામથી અળગા રહી હડતાળ પર બેઠા હતા અને પગાર આપોના સૂત્રોચ્ચાર કર્યા હતા.

પગાર માટે અનેક વાર કચેરીઓના ધક્કા ખાઇ છે સફાઈ કર્મચારીઓ
આ કર્મચારીઓએ અનેકવાર અધિકારીઓને બે મહિનાનો પગાર આપવાની રજૂઆત કરી હતી. પરંતુ માત્ર આશ્વાસન જ આપવામાં આવે અને ઘણા દિવસોથી પગાર બાબતે અધિકારીઓ દ્વારા ધક્કા ખવડાવવામાં આવતા કર્મચારીઓ રોષે ભરાયા હતા.

પોરબંદરના છાયા વિસ્તારના 50થી વધુ સફાઈ કર્મચારીઓને પગાર ન મળતા હડતાળ પર ઉતર્યા
સફાઈ કર્મચારીઓ તહેવાર નજીક હોવાથી ચિંતામાં

હાલ નવરાત્રી ત્યારબાદ દિવાળીનો તહેવાર આવે છે. ત્યારે આ તહેવારના સમયમાં પગાર ન મળતાં તેઓ પરિવાર સાથે કેવી રીતે ઉજવણી કરશે, તેની ચિંતામાં મુકાયા છે. તેમજ તેમને તાત્કાલિક પગાર ચૂકવણી કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.