ETV Bharat / state

પોરબંદરમાં ઉત્તરાયણ દરમ્યાન ઈજા પામેલા 120થી વધુ પક્ષીઓને સારવાર અપાઈ - uttarayan news

ઉતરાયણ પર્વ નિર્મિતે આકાશમા ચગતી પતંગોનાં દોરાથી ઘવાયેલા પક્ષીઓને સારવાર આપવા પોરબંદર શહેર સહિત જિલ્લામાં રાણાવાવ અને કુતિયાણા ખાતે પશુ દવાખાનાની ૧૯૬૨ નંબરનાં વાહન મારફતે ડોકટર્સ દ્વારા તત્કાલ સારવાર આપવામાં આવી રહી છે. જ્યારે, ૧૨૦ જેટલા ઈજાગ્રસ્ત પક્ષીઓને પોરબંદર પક્ષી અભ્યારણ્ય ખાતે સારવાર આપવામા આવી રહી છે.

ઉત્તરાયણ દરમ્યાન ઈજા પામેલા 120થી વધુ પક્ષીઓને સારવાર અપાઈ

author img

By

Published : Jan 16, 2021, 1:53 PM IST

  • ડોકટર્સની ટીમે એક દિવસમાં ૧૪ કલાક ફરજ બજાવી ઘાયલ પક્ષીઓની કરી સારવાર
  • પશુ દવાખાનાની ૧૯૬૨ હેલ્પલાઈન મારફતે લોકોએ ઈજાગ્રસ્ત પક્ષીઓની માહિતી આપી
  • વધુ ઘવાયેલા પક્ષીઓને આજીવન મર્યાદિત સ્થળ પર જ રાખવામાં આવશે

પોરબંદર: જાન્યુઆરીથી શરૂ થયેલા કરૂણા અભિયાન અંતર્ગત પતંગના દોરાથી ઘવાયેલા ૧૨૦ જેટલા પક્ષીઓને પોરબંદર પક્ષી અભ્યારણ્ય ખાતે સારવાર આપવામા આવી રહી છે. જ્યારે પાંચ પક્ષીઓના પીડાદાયક મોત નિપજ્યા છે. મકરસંક્રાતિના દિવસે ૬૭ જેટલા પક્ષીઓને ઇજા પહોંચતા ડોકટર્સ અને સેવાભાવી લોકોએ એક દિવસમાં સતત ૧૪ કલાક જેટલો સમય સેવા કરીને ઘાયલ પક્ષીઓને સારવાર આપી હતી.

વિદેશથી આવેલું ફ્લેમિંગો હવે ક્યારેય નહિ ઉડી શકે

પોરબંદર પક્ષી અભ્યારણ્ય ખાતે ઘાયલ પક્ષીઓની સારવાર કરતા ડો.અમીનકુમાર શ્રીવાસ્તવે તથા ડો.હર્ષે જણાવ્યુ કે, ગંભીર રીતે ઘવાયેલા એક ફલેમિંગોનું ઓપરેશન કરનારા ડૉ. શ્રીવાસ્તવે કહ્યું કે, આ પક્ષીને પગમાં ગંભીર ઇજાઓ પહોંચી હતી. જેથી એક પગ કાપવાની ફરજ પડી હતી. આ ઉપરાંત તેની પાંખમાં પણ ઇજા પહોંચવાને કારણે તેની ઉડવાની સંભાવના નહિવત છે, પણ તેને સમયસર સારવાર માટે લાવવામાં આવતા તેનો જીવ બચી ગયો છે. જીવે ત્યા સુધી તેને ફોરેસ્ટ વિભાગ દ્વારા સુરક્ષિત સ્થળે રાખવામાં આવશે.

પોરબંદરમાં ઉત્તરાયણ દરમ્યાન ઈજા પામેલા 120થી વધુ પક્ષીઓને સારવાર અપાઈ
ડોકટર્સ સહિત પક્ષી પ્રેમીઓ ફરજ બજાવી રહ્યા છેપક્ષી અભ્યારણ્ય ખાતે તા.૧૦ જાન્યુઆરીથી તા.૧૫ જાન્યુઆરી સુધી ૧૨૦ જેટલા પક્ષીઓની સારવાર કરવામાં આવી છે. જ્યારે પાંચ પક્ષીઓના મૃત્યુ થયા છે. સામાન્ય ઇજા પહોંચતા પક્ષીઓને સારવારના અમુક કલાકો/દિવસો બાદ આઝાદ કરવામાં આવે છે. જ્યારે વધુ ઘવાયેલા પક્ષીઓને આજીવન એક મર્યાદિત સ્થળ પર જ રાખવામાં આવે છે. ૧૪મી જાન્યુઆરીના રોજ ૬૭ પક્ષીઓ પતંગની દોરથી ઘવાયા હતા. જેમા સૌથી વધુ કબુતર અને કુંજ હતા. પક્ષીઓને વધુ પીડા ભોગવવી ન પડે તે માટે મકરસંક્રાતિના દિવસે અમે સવારે ૮ કલાક થી રાતના ૧૦ કલાક સુધી ઘાયલ પક્ષીઓની સારવાર કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.