પોરબંદરઃ આજે પોરબંદર શહેરમાં આવેલ ભાવસિંહજી હોસ્પિટલની મુલાકાત કોંગ્રેસના અગ્રણી નેતા અર્જુન મોઢવાડિયાએ લીધી ત્યાર બાદ પત્રકારોને જણાવ્યું હતું કે સરકારને માત્ર પૈસાવાળાની જ ચિંતા છે. ભાવસિંહજી હોસ્પિટલમાં 14 મેડિકલ ઓફિસરોની જગ્યાએ માત્ર આઠ જ મેડિકલ ઓફિસરો છે. હાલ ફરજ પર રહેલા આઠ મેડિકલ ઓફિસરોમાંથી ત્રણ ડૉક્ટરને ઈમરજન્સી માટે 24 કલાકની ડ્યુટીમાં કાર્યરત રહેવું પડે છે.
મોઢવાડિયાઃ પોરબંદરમાં પૂરતી દવા, તબીબો અને વેન્ટિલેટરનો અભાવ, સરકારને માત્ર પૈસાવાળાની ચિંતા જ્યારે હોસ્પિટલમાં પેરામેડિકલ સ્ટાફ ફરજ ઉપર છે તેમાં કાયમી ફરજ પરના પેરામેડિકલ કર્મચારીઓ જૂજ છે. મોટાભાગે પેરામેડિકલ સ્ટાફ કોન્ટ્રાકટરો દ્વારા ફાળવાયેલો અને એ પણ અપૂરતો છે. કોરોના દર્દીની સારવાર માટે જરૂરી રેમડિસિવર અને ટોસિલિઝૂમેબ ઇન્જેક્શનનો જથ્થો માત્ર એક જ દર્દીને આપી શકાય તેમ છે. આથી તાત્કાલિક વ્યવસ્થાઓ કરે નહીં તો કોરોનાની મહામારી ફેલાવો વધશે તેમ અર્જુન મોઢવાડિયાએ જણાવ્યું હતું.મોઢવાડિયાઃ પોરબંદરમાં પૂરતી દવા, તબીબો અને વેન્ટિલેટરનો અભાવ, સરકારને માત્ર પૈસાવાળાની ચિંતા