- પોરબંદરની વનાણા અને નર્શીગ સ્કૂલ ખાતે મોક ડ્રિલ કરવામાં આવી
- રાજ્યમાં વધી રહેલા આગના બનાવોને ધ્યાનમાં રાખીને કરવામાં આવી મોક ડ્રિલ
- આગ લાગતા પોલીસ તથા ફાયરના લાશ્કરો ઘટના સ્થળે પહોંચ્યા
પોરબંદર : હાલ કોવિડ મહામારી ચાલી રહી છે અને ગુજરાત સહિત અનેક સ્થળો એ હોસ્પિટલમાં આગ લાગવાની ઘટના બની હતી જેને ધ્યાને લઇને પોરબંદર જિલ્લા વહિવટીતંત્ર દ્વારા પોરબંદરના વનાણા અને નર્શીગ સ્કૂલ ખાતે મોક ડ્રિલનું આયોજન કરાયું હતું .
આ પણ વાંચો : ભાવનગરમાં છેલ્લા 3 મહિનામાં ફાયર બ્રિગેડને આગના 68 કોલ મળ્યા
આગ લાગતાની સાથે જ ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા
પોરબંદર ના નરસિંગ સ્કૂલ અને વનાણા કોવિડ સેન્ટર ખાતે શુક્રવારે સવારના સમયે મોકડ્રિલ યોજાઈ હતી જેમાં આગ લાગ્યાનો બનાવ બન્યો હતો અને તાત્કાલિક આરોગ્ય કર્મચારીઓએ ફાયર ફાઈટરોને જાણ કરી હતી અને ફાયર ફાઈટરો ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને આગ બુઝાવી હતી આ સમયે તાત્કાલિક વહીવટી તંત્ર અને પોલિસ સ્ટાફ પણ પહોંચી ગયો હતો. કોઈ પણ સમયે કોઈપણ પ્રકારની અઘટીત ઘટના બને ત્યારે વહીવટી તંત્ર એ સતર્ક રહેવાં માટે આ મોક ડ્રિલ યોજાઈ હતી.