ETV Bharat / state

રાણાવાવ ,કુતીયાણા,માધવપુરના આરોગ્ય કેન્દ્રમાં કોવિડ-19ની સારવાર શરૂ કરવા ધારાસભ્ય કાંધલ જાડેજાએ માંગ કરી - Treatment of corona

રાજ્યામાં કોરોના કેસમાં વધારો થઈ રહ્યો છે અને મહાનગરોમાં હોસ્પિટલોમાં બેડની અછત સર્જાઈ રહી છે એવામાં પોરબંદરના ધારાસભ્ય કાંધલ જાડેજાએ રાણાવાવ, કુતીયાણ અને માધવપૂરના આરોગ્ય કેન્દ્રમાં કોરોનાની સારવાર શરૂ કરવાની માગ કરી છે.

corona
રાણાવાવ ,કુતીયાણા,માધવપુરના આરોગ્ય કેન્દ્રમાં કોવિડ-19ની સારવાર શરૂ કરવા ધારાસભ્ય કાંધલ જાડેજાએ માંગ કરી
author img

By

Published : Apr 19, 2021, 1:14 PM IST

  • જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો થઈ રહ્યો છે
  • બહાર ગામથી કોરોના પોઝિટિવ દર્દીઓનો ધસારો પોરબંદર તરફ
  • વહેલી તકે યોગ્ય નિર્ણય લેવામાં આવે તો અનેક લોકોને બચાવી શકાય

પોરબંદર: જિલ્લામાં દિવસેને દિવસે કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થતો જાય છે, ત્યારે મોટાભાગના દર્દીઓ બીજા જિલ્લામાંથી આવતા હોવાનું જણાવા મળ્યું છે, અને ગામડાના દર્દીઓની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે. ધારાસભ્ય કાંધલ જાડેજાએ રાણાવાવ કુતિયાણા અને માધવપુરના આરોગ્ય કેન્દ્રમાં કોરોના સારવાર શરૂ કરવામાં આવે તેવી માંગ નાયબ મુખ્યપ્રધાન નિતિનભાઈ પટેલને કરી છે.

આ પણ વાંચો : રાજ્યમાં કોરોના વેક્સિનેશન પ્રક્રિયામાં પોરબંદર જિલ્લો બીજા ક્રમાંકે

વહેલી તકે યોગ્ય નિર્ણય કરવામાં આવશે તો અનેક લોકોના જીવ બચશે

હાલ કોરોનાની ગંભીર પરિસ્થિતિ આખા ગુજરાતમાં જણાઈ રહી છે તે મુજબ પોરબંદર જિલ્લામાં અને ગામડાઓમાં કોરોનાના દર્દીઓમાં વધારો થઈ રહ્યો છે. જેને ધ્યાને લઇને ધારાસભ્ય કાંધલ જાડેજાએ નાયબ મુખ્યપ્રધાન નિતિનભાઈ પટેલને પત્ર લખી કુતિયાણા સામુહિક આરોગ્ય કેન્દ્ર ,રાણાવાવ સામુહિક આરોગ્ય કેન્દ્ર અને માધવપુર સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં કોરોનાની સારવાર તાત્કાલિક ધોરણે ચાલુ કરવામાં આવે તેવી રજૂઆત કરી છે. આ અંગે તાત્કાલિક નિર્ણય લઇને વહેલી તકે શરૂ કરવામાં આવશે તો અનેક જિંદગીઓ બચાવી શકાય તેમ છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.