પોરબંદરમાં સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાય તેવી ટિપ્પણી કરતો શખ્સ ઝડપાયો
મુસ્લિમ ધર્મગુરુ વિરુદ્ધ ટિપ્પણી કરતા થયો હતો વિવાદ
મુસ્લિમ સમાજના આગેવાનોએ DySPને કરી હતી રજૂઆત
પોરબંદર: સોશિયલ મીડિયામાં ધાર્મિક લાગણી દુભાય તેવી ટીપ્પણી કે પોસ્ટ મૂકવી એ કાયદાવિરુદ્ધ છે ત્યારે પોરબંદરના એક શખ્સે મુસ્લિમ સમાજના ધર્મગુરૂ ઉપર ટિપ્પણી કરતા મુસ્લિમ સમાજે આ અંગે DYSPને રજૂઆત કરવામાં આવી હતી અને તાત્કાલિક તેને પોલીસે ઝડપી લીધો હતો.
પોરબંદર પોલીસે વિવાદિત ટિપ્પણી મુકનાર ને ઝડપી લીધો
પોરબંદરના એક શખ્સે મુસ્લિમ ધર્મ ગુરુ વિરુદ્ધ સોશિયલ મીડિયામાં ટિપ્પણીઓ કરી હતી અને આ બાબતે મેમણ વાળા વિસ્તારમાં મુસ્લિમ સમાજના લોકો એકત્રિત થઈ ગયા હતા અને મુસ્લિમ સમાજના લોકોએ DYSPએ આ શખ્સને ઝડપી લેવાની માંગ કરી હતી. ત્યારે પોરબંદર પોલીસ દ્વારા પેટ્રોલિંગ દરમિયાન સાજણ પુંજા ઓડોદરા નામના શખ્સને ઝડપી લીધો હતો અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી. સોશિયલ મીડિયા પર ધાર્મિક લાગણી દુભાઈ કરતા પોલીસે તેની સામે કાર્યવાહી કરી હતી.