પોરબદરઃ મધ્ય પ્રદેશના ખરગોનથી પોરબંદર યાત્રાએ નીકળેલા સોનલ ટ્રાવેલ્સની ખાનગી બસમાં 30 વર્ષની મહિલા યાત્રીકે રાણાવાવ પોલીસ સ્ટેશનમાં કરેલી ફરિયાદ કરી હતી. જેમા જણાવ્યું હતું કે, ગત રાત્રિના 10.15 કલાકે પોતે નશાની હાલતમાં હતી. તે દરમિયાન છોટા ઉદ્દયપુર જિલ્લાના એક ઢાબા પર બસ ઉભી હતી.
તે દરમિયાન અન્ય યાત્રાળુઓ નાસ્તો કરવા નીચે ઉતર્યા હતા અને તકનો લાભ લઇને બસ ચાલક નાના અને ક્લિનર કપિલે મહિલાને બસની કેબિન પર લઈ જઈને વારંવાર દુષ્કર્મ કર્યુ હતુ. મહિલાએ રાણાવાવ પોલીસને સમગ્ર બાબતની જાણ કરતા પોલીસે આ અંગે વધુ તપાસ હાથ ધરી હતી.