પોરબંદર : લોહાણા સમાજના વીરદાદા જશરાજ જીવનભર ગાયો માટે લડયા હતા. તે જ્યારે પરણવા જતા હતા. તે સમયે વિધર્મીઓ ગામની ગાયોને વારી જતા હતા. તે સમયે તે વરરાજામાં વેશમાં હતા અને લગ્ન મંડપ છોડી ગાયોને બચાવવા દોડી ગયા હતા. તેમજ વિધર્મીઓ સાથે ધીંગાણું કર્યું હતું. જેમાં દાદા જસરાજનું મૃત્યુ થયું હતું.
આમ દાદા જસરાજના શૌર્યદિન નિમિત્તે લોહાણા યુવા સેના દ્વારા 101 કિલો લોટની રોટલી બનાવવવામાં આવી હતી અને લાડુને ઠેર-ઠેર ભૂખી ગાયોને ખવડાવવામાં આવ્યા હતા.