ETV Bharat / state

નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરતી પોરબંદરની 5 ફિશિંગ બોટના લાયસન્સ રદ કરાશે - પોરબંદર

દરિયામાંથી વધુ માછલી પકડવાની લાલચમાં કેટલીક વાર માછીમારો સીમા ઓળંગી જતા હોય છે. એટલે ભારતીય નેવી દ્વારા દરિયામાં અમુક જગ્યાને નો ફિશિંગ ઝોન જાહેર કરવામાં આવ્યા છે. નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરતી પોરબંદરની પાંચ ફિશિંગ બોટના લાયસન્સ રદ કરવામાં આવશે. મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા આ કાર્યવાહી કરવામાં આવશે.

નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરતી પોરબંદરની 5 ફિશિંગ બોટના લાયસન્સ રદ કરાશે

author img

By

Published : Dec 25, 2020, 2:07 PM IST

  • નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરતી પોરબંદરની 5 ફિશિંગ બોટના લાયસન્સ રદ કરાશે
  • માછીમારો વધુ માછલી મેળવવા માટેની લાલચમાં નો ફિશિંગ ઝોનમાં જતા રહે છે
  • પોરબંદરની જ પાંચ બોટના લાયસન્સ રદ કરાશે
  • લાયસન્સ રદ કરવાની કામગીરી મત્સ્યોદ્યોગ કચેરી દ્વારા હાથ ધરાઈ છે

પોરબંદરઃ ભારતીય જળ સીમા પર અનેક વાર માછલી મેળવવાની લાલચે ભારતીય માછીમારો સીમાની બહાર જતા રહેતા હોય છે. ત્યારે મત્સ્યોદ્યોગ દ્વારા સતત વોચ રાખવામાં આવે છે. ભારતીય જળ સીમા નજીક નો ફિશિંગ ઝોન જાહેર કરવામાં આવ્યો છે. આ ઝોનમાં માછીમારી કરતી પાંચ બોટ મત્સ્યોદ્યોગના નજરે આવી છે. એટલે હવેપ પોરબંદરની આ પાંચ બોટના લાયસન્સ રદ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

એપ્રિલથી અત્યાર સુધીમાં 26 ફિશિંગ બોટ સામે કાર્યવાહી થઈ

મત્સ્યદ્યોગ કચેરીના અધિકારી ગોહિલના જણાવ્યા અનુસાર, એપ્રિલ મહિનાથી અત્યાર સુધીમાં પોરબંદરની કુલ 26 ફિશિંગ બોટ સામે નો ફિશિંગ ઝોનમાં માછીમારી કરવા બદલ કાર્યવાહી કરવામાં આવી છે. અનેક વાર જાણ કરવા છતા માછીમારો વધુ માછલી મેળવવા માટેની લાલચે અહીં જતા હોય છે, જેના કારણે આ નિર્ણય લેવાયો છે .હાલમાં પોરબંદર ની આ પાંચ બોટના લાયસન્સ રદ થશે.

આ માછીમારોના લાયસન્સ રદ કરવામાં આવશે

  • રાજેશ અરજણ લોઢારીની ખોડિયાર દીપ બોટ
  • પ્રગ્નેશ માવજી જુંગીની દેવ શુભ બોટ
  • કિરીટ બાબુલાલ ખોખરીની વિજય કિંગ બોટ
  • કમલાબેન વિનોદભાઈ મસાણીની સંકટમોચન બોટ
  • સાગર અશોક મોદીની શ્રી આશાપુરા કૃપા બોટ

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.