ETV Bharat / state

રાણાવાવના ઝીંઝરકા સીમમાંથી દીપડી પાંજરામાં કેદ - porbandar

પોરબંદર : રાણાવાવના આદિત્યાણા નજીક સીમ વિસ્તારમાં દીપડા જોવા મળતા લોકોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. વનવિભાગે દીપડાને પકડવાં માટે પાંજરું મુકવામાં આવ્યું હતું. જેમાં ગઈ કાલે રાત્રીના સમયે એક દીપડી વન વિભાગે મુકેલા પાંજરામાં ઝડપાઈ હતી. વન વિભાગના ફોરેસ્ટર દ્વારા બરડા ડુંગરાળ વિસ્તારમાં મુક્ત કરવામાં આવી હતી. દીપડી પાંજરામાં કેદ થઇ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : Apr 17, 2019, 2:28 PM IST

વન વિભાગના કર્મચારીઓએ જણાવ્યું હતુ કે,આદિત્યાણા નજીક ઝીંઝરકા સીમ વિસ્તારમાં એક દીપડીએ પશુનું મારણ કર્યું હતુ. સીમ વિસ્તારના ખેડૂતોમાં ભયનો માહોલ સર્જાયો હતો. આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગે તે વિસ્તારમાં પાંજરું ગોઠવી તેમાં મારણ રાખવામાં આવ્યું હતું. અને દીપડીને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગત રાત્રીના એક દીપડી મારણ ખાવાની લાલચે પાંજરે પુરાઈ હતી.

પોરબંદર
રાણાવાવના ઝીંઝરકા સીમમાંથી દીપડી પાંજરામાં કેદ

દીપડીને વન વિભાગ દ્વારા રેસ્ક્યુ સેન્ટર ખાતે લઇ જવામાં આવી હતી. નાયબ વન સંરક્ષકની સુચના મુજબ બરડા ડુંગરના અંતરિયાળ વિસ્તારમાં મુક્ત કરવામાં આવી હતી. દીપડી અંદાજે 7 વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. હાલમાં બરડા ડુંગર વિસ્તારમાં પાણી ન હોવાથી દીપડાઓ પાણીની શોધમાં માનવ વસાહત સુધી પહોંચી જાય છે. અને માલધારીઓના પશુઓના મારણ પણ કરે છે.

LOCATION_PORBANDAR

રાણાવાવના  ઝીંઝરકા સીમમાંથી દીપડી પાંજરામાં ઝડપાઇ 

રાણાવાવ ના આદિત્યાણા નજીક સીમ વિસ્તાર માં દીપડા એ દેખા દેતા આ વિસ્તારમાં રહેતા લોકો માં ભયનો માહોલ ઉભો થયો હતો  જેથી  વનવિભાગ દ્વારા દીપડા ને પકડવાં માટે  આ વિસ્તારમાં એક પાંજરું મુકવામાં આવ્યું હતું જેમાં ગઈ કાલે રાત્રી ના સમયે એક દીપડી વન વિભાગે મુકેલા પાંજરામાં ઝડપાઈ હતી ત્યાર બાદ  વન વિભાગ ના ફોરેસ્ટર દ્વારા  બરડા ડુંગરાળ વિસ્તારમાં મુક્ત કરવામાં આવી હતી દીપડી પાંજરામાં કેદ થઇ જતા લોકો એ પણ હાશકારો અનુભવ્યો હતો 

વન વિભાગ ના કર્મચારીઓ ના જણાવ્યા અનુસાર  ગઈ કાલે સવાર ના સમયે આદિત્યાણા નજીક ઝીન્ઝરકા સીમ વિસ્તાર માં એક દીપડી એ પશુ નું મારણ કરતા સીમ વિસ્તાર ના ખેડૂતો માં ભય નો માહોલ જોવા મળતો હતો આથી આ અંગે તેઓએ વન વિભાગ ને જાણ કરતા વન વિભાગે ગત સાંજે જ તે વિસ્તાર માં પાંજરું ગોઠવી તેમાં મારણ રાખ્યું હતું અને દીપડી ને ઝડપી લેવાની કાર્યવાહી હાથ ધરી હતી જેમાં ગત રાત્રી ના સમયે જ એક દીપડી આ મારણ ખાવા ની લાલચે  પાંજરે પુરાઈ હતી ત્યાર બાદ દીપડી ને  વન વિભાગ દ્વારા રેસ્ક્યુ સેન્ટર ખાતે લઇ જવામાં આવી હતી નાયબ વન સંરક્ષક ની સુચના મુજબ બરડા ડુંગર ના અંતરિયાળ વિસ્તાર માં મુક્ત કરવામાં આવી હતી આ દીપડી ની અંદાજીત ઉમર સાતેક વરસ ની હોવાનું જાણવા મળ્યું છે ઉલ્લખનીય છે કે હાલ માં બરડા ડુંગર વિસ્તાર માં જળસ્રોત ખાલીખમ હોવાથી દીપડાઓ પાણી ની શોધ માં માનવ વસાહત સુધી પહોંચી જાય છે અને માલધારીઓ ના પશુઓના મારણ પણ કરે છે જેથી લોકો માં પણ ફફડાટ વ્યાપ્યો હતો 
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.