ETV Bharat / state

સુપ્રસિદ્ધ કથાકાર રમેશ ઓઝાનું ચાની ભૂકીમાંથી બનાવેલા ચિત્રએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ - Ramesh Ojha's picture made from tea powder has set a world record

સંદીપની આશ્રમના સ્થાપક અને જગ વિખ્યાત કથાકાર રમેશ ઓઝાનો આજે જન્મ દિવસ છે, ત્યારે આજ રોજ પોરબંદરમાં ગોલ્ડન ગાંધી તરીકે જાણીતા જયેશ હિંગરાજીયાએ રમેશ ઓઝાનું ચાની ભૂકી વડે ચિત્ર બનાવ્યું હતું. જેને ગિનિસ વર્લ્ડ રેકોડમાં સ્થાન મળ્યું છે. રમેશ ઓઝાએ આ ચિત્ર બનાવનાર જયેશ હિંગરાજીયાના કાર્યને બિરદાવ્યું હતું.

રમેશ ઓઝાનું ચાની ભૂકીમાંથી બનાવેલા ચિત્રએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

author img

By

Published : Aug 31, 2021, 9:56 PM IST

  • ગોલ્ડન ગાંધીના નામે જાણીતા પોરબંદરના જયેશ હિંગરાજીયાએ બનાવ્યું ચિત્ર
  • કથાકાર રમેશ ઓઝાના જન્મદિવસ નિમિત્તે આપી ભેટ
  • ચિત્રમાં ત્રણ કિલો પાંચસો ગ્રામ ચાની ભૂકીનો થયો ઉપયોગ

પોરબંદર: ગોલ્ડન ગાંધી તરીકે જાણીતા અને કડિયા કામનો વ્યવસાય કરતા યુવાન જયેશ હિંગરાજીયાએ આજે ત્રણ કિલો 500 ગ્રામ ચાની ભૂકી તથા ફેવિકોલના ઉપયોગથી કથાકાર રમેશ ઓઝાનું ચિત્ર બનાવ્યું હતું. જેને બનાવવામાં એક કલાક 42 મિનિટ અને 18 સેકન્ડ લાગી હતી. ચિત્રની સાઈઝ પાંચ બાય સાત ફૂટ એટલે કે 35 સ્કવેર ફૂટ છે. આ ચિત્ર એ ગિનિસ વર્લ્ડ રેકોર્ડ અને ઇન્ડિયા સ્ટાર વર્લ્ડ રેકોર્ડ પ્રાપ્ત કર્યો છે.

રમેશ ઓઝાનું ચાની ભૂકીમાંથી બનાવેલા ચિત્રએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ
રમેશ ઓઝાનું ચાની ભૂકીમાંથી બનાવેલા ચિત્રએ સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ

આ પણ વાંચો- પ્રસિદ્ધ કથાકાર રમેશ ઓઝા ડાકોરના ઠાકોરના શરણે

રમેશ ઓઝાએ જયેશ હિંગરાજીયાને અભિનંદન પાઠવ્યા

કથાકાર રમેશ ઓઝાના જન્મદિવસે તેમનું આ સુંદર ચિત્ર બનાવવાનાર જયેશ હિંગરાજીયાને કથાકાર રમેશ ઓઝા અને શ્રી સમસ્ત બ્રહ્મ સમાજ યુવા પાંખ પોરબંદર દ્વારા સન્માનિત કરાયા હતા. જયેશ હિંગરાજીયાએ અનેકવાર ગાંધીજીની ગોલ્ડન પ્રતિમા બની પોતાનું કૌવત દાખવ્યું છે અને અનેક રેકોર્ડ સર્જ્યા છે, તો રમતગમત ક્ષેત્રે પણ આગવું નામ ધરાવે છે.

આ પણ વાંચો- રાજ્યસભાના સાંસદ રામ મોકરિયાએ કથાકાર રમેશભાઈ ઓઝાના આશિર્વાદ લીધા

રમેશ ઓઝાના જન્મ દિવસને સેવાદિવસ તરીકે ઉજવાયો

પોરબંદરના કથાકાર રમેશ ઓઝાના જન્મ દિવસને આજે સેવાદિવસ તરીકે ઉજવવામાં આવ્યો હતો. જેમાં સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ અને ગૌશાળામાં તુલાદાન તથા હરિ મંદિરમાં વર્ધાપન અને પૂજન તથા નંદોત્સવ ઉજવાયો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.