- જિલ્લામાં પહેલા 4 કોવિડ કેર સેન્ટર કાર્યરત હતા
- કોરોનાના હળવા લક્ષણ ધરાવતા દર્દીઓ સારવાર લઈ શકશે
- કોવિડ કેર સેન્ટરમાં અત્યારે 15 બેડની વ્યવસ્થા કરવામાં આવી
પોરબંદરઃ માધવપુર ઘેડ ખાતે ગ્રામ પંચાયત સંચાલિત શેઠ NDR હાઈસ્કૂલના ભવનમાં કોવિડ કેર સેન્ટર શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લામાં કોરાનાના હળવા લક્ષણોવાળા દર્દીઓ માટે કલેક્ટર ડી. એન. મોદી ના માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવ્યું છે. નવા શરૂ કરાયેલા CCC સેન્ટરની કલેક્ટર ડી. એન. મોદી અને જિલ્લા વિકાસ અધિકારી વી. કે. અડવાણીએ મુલાકાત લઈ જરૂરી વ્યવસ્થા સુનિશ્ચિત કરવા અંગે ચર્ચા કરી માર્ગદર્શન આપ્યું હતું.
આ પણ વાંચોઃ જામનગરમાં કોવિડ હોસ્પિટલમાં દર્દીઓ સાથે તેના સગાઓ વીડિયો કોલથી વાત કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ
જે દર્દીને હોમ આઈસોલેટમાં રહેવાની સગવડ નથી તે દર્દીઓ આ કેર સેન્ટરમાં રહી શકશે
હાલ આ કોવિડ કેર સેન્ટરમાં 15 બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. માધવપુર ઘેડ ગ્રામ પંચાયતના સરપંચ રામ કરગટીયાએ કામગીરીમાં સહયોગ આપ્યો છે. જે દર્દીઓને હોમ આઈસોલેટ રહેવાની સગવડ ન હોય હોય તેવા માધવપુર તેમજ આસપાસના ગામોના દર્દીઓને મુશ્કેલી ન વેઠવી પડે તે હેતુથી વહીવટી તંત્ર, જિલ્લા પંચાયત આરોગ્ય તંત્ર, ગ્રામ પંચાયત, માધવપુર CHCના સંકલનથી દરદીઓને કોરાનામાં રાખવાની તકેદારી, પ્રાથમિક સારવાર મળશે. આ તકે ગામના સરપંચ તેમજ માધવપુર ઘેડ સામુહિક આરોગ્ય અધિકારી અને સ્ટાફ પણ ઉપસ્થિત રહ્યા હતા.
પોરબંદરમાં 24 કલાકમાં કોરોનાના નવા 42 કેસ નોંધાયા
આપને જણાવી દઈએ કે, પોરબંદરમાં પણ કોરોનાના કેસ વધી રહ્યા છે. છેલ્લા 24 કલાકમાં જિલ્લામાં કોરોનાના નવા 42 કેસ નોંધાયા હતા. જોકે, પહેલા જિલ્લામાં એક જ આંકડાના કેસ આવી રહ્યા હતા, પરંતુ હવે જિલ્લામાં પણ દરરોજ કેસ વધી રહ્યા છે.