ETV Bharat / state

કુતિયાણાના 14 ગામમાં કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ થયો - કિસાન સૂર્યોદય યોજના

ખેડૂતોને રાત્રીના ઉજાગરા કરીને ખેતી ન કરવી પડે અને દિવસે વીજળી મળી રહે તે માટે રાજ્ય સરકારે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરી છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લાના કુતિયાણા ખાતે સાંસદ રમેશ ધડુકે કુતિયાણા તાલુકાના 14 ગામમાં આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.

કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ
કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ
author img

By

Published : Jan 12, 2021, 7:59 PM IST

  • ખેડૂતો દિવસે વીજળી મેળવીને મબલક પાકનું ઉત્પાદન કરશે
  • કુતિયાણા સુદામા ડેરી ખાતે યોજાયો કાર્યક્રમ
  • કાર્યક્રમમા ઉપસ્થિત રહેલા તમામ લોકોનુ હેલ્થ સ્ક્રીનિંગ કરાયું

પોરબંદરઃ ખેડૂતોને રાત્રીના ઉજાગરા કરીને ખેતી ન કરવી પડે અને દિવસે વીજળી મળી રહે તે માટે રાજ્ય સરકારે કિસાન સૂર્યોદય યોજના શરૂ કરી છે. જે અંતર્ગત પોરબંદર જિલ્લાના કુતિયાણા ખાતે સાંસદ રમેશ ધડુકે કુતિયાણા તાલુકાના 14 ગામમાં આ યોજનાનો પ્રારંભ કરાવ્યો હતો.

કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ
કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ

ખેડૂતોને દિવસે વીજળી મળશે

આ પ્રસંગે યોજનાનો પ્રારંભ કરી સાંસદ રમેશ ધડુકે ખેડૂતોને શુભકામના પાઠવીને જણાવ્યું કે, કિસાન સૂર્યોદય યોજનાથી કુતિયાણા તાલુકાના ખેડૂતો દિવસે પુરતી વીજળી મેળવીને મબલક પાકનું ઉત્પાદન કરશે. જગતના તાત એવા ખેડૂતો અને તેના પરિવારની ચિંતા કરીને રાજ્ય અને કેન્દ્ર સરકારે અનેક યોજનાઓ શરૂ કરી છે. લોકોની ભૂખ ભાંગતા ખેડૂતોને કિસાન સૂર્યોદય યોજના થકી દિવસે સરળતાથી વીજળી મળવાથી રાજ્યના ખેડૂતો દિવસે પણ પાણીની મોટર ચાલુ કરી શકશે.

કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ
કિસાન સૂર્યોદય યોજનાનો પ્રારંભ

સોશિયલ ડિસ્ટન્સ સાથે કાર્યક્રમ યોજાયો

આ 14 ગામોમાં અમર, બિલડી, ચૈાટા, ડાડુકા, ધૃવાળા, ગોકરણ, હામદપરા, હેલાબેલી, ખૂનપૂર, માલણકા, રોઘડા, સિંધપુર, ટેરી અને વડાળા ગામ સામેલ છે. કુતિયાણા સુદામા ડેરી ખાતે યોજાયેલા આ કાર્યક્રમમા મામલતદાર સંદીપ જાદવ, પી.જી.વી.સી.એલ, જેટકોના અધિકારીઓ, ખેડૂત અગ્રણીઓ, અમંત્રિત મહેમાનો તથા માસ્ક પેરીને સામાજિક અંતર સાથે ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા આરોગ્યની ટીમ દ્વારા કોરોનાના સંક્રમણને ધ્યાનમાં રાખીને કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા તમામ લોકોનુ હેલ્થ સ્ક્રીનિંગ કરાયું હતુ.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.