આ જન્માષ્ટમી મહોત્સવમાં વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા ભગવાનના અવતારો નીરુકરણ સાથે મટકીફોડ કાર્યક્રમ, સાંસ્કૃતિક કાર્યક્રમ, ખેડૂત ભાઈઓનું સન્માન, દેશની સરહદ પર વર્ષો સુધી જેમને દેશની સેવા કરી છે તેવા માજી સૈનિકનું સન્માન વગેરે આ મહોત્સવમાં આયોજન કરાયું હતું. આ જન્માષ્ટમી મહોત્સવમાં કુતિયાણા તાલુકાની ૮ જેટલી શાળાઓએ ભાગ લીધો હતો. ૬૦ જેટલા નાના નાના વિદ્યાર્થીઓ દ્વારા જુદા જુદા સાંસ્કુતિક કાર્યક્રમ કરાયા હતા. આ કાર્યક્રમમાં જુદી જુદી સંસ્થાઓના ટ્રસ્ટીઓ અને તમામ શાળાના શિક્ષકગણની ઉપસ્થિતિ ખાસ જોવા મળી હતી.
કાર્યક્રમની શરૂઆતમાંમાં સરસ્વતીને યાદ કરી દીપપ્રાગટ્ય કરાયું હતું. કાર્યક્રમમાં તમામ ભાગ લેનાર વિદ્યાર્થીઓને NSUI દ્વારા પ્રમાણપત્ર આપવામાં આવ્યા હતા. ઉપસ્થિત મહેમાનોમાં પોરબંદર જીલ્લા કોંગ્રેસ સમિતિના વરિષ્ઠ આગેવાન સામતભાઈ ઓડેદરા, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ નાથાભાઈ ઓડેદરા, NSUI ગુજરાત રાજ્યના ઉપપ્રમુખ તીર્થરાજ બાપોદરા, જીલ્લા NSUI પ્રમુખ કિશન રાઠોડ, પૂર્વ જીલ્લા NSUI પ્રમુખ સંદીપ ઓડેદરા, જિલ્લા NSUI ટીમના તમામ હોદેદારો, કિશાન સંઘના પ્રમુખ પ્રતાપભાઈ કેશવલા, સામાજિક આગેવાન કરશનભાઈ ઓડેદરા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
સામતભાઈ ઓડેદરા દ્વારા આ કાર્યક્રમને અનુરૂપ સંબોધન કરી બાળકોને અભિનંદન પાઠવ્યા હતા. સુંદર અને સફળપૂર્વક આયોજન કરવા બદલ કુતિયાણા તાલુકા NSUI ટીમ પ્રમુખ અઝમત ખોખર, વિજય ઓડેદરા, શૈલેશ ભરવાડીયા અને ખાસ જેમને મદદરૂપ થયા તેવા નાગેશભાઈ પરમાર અને સમગ્ર ટીમને અભિનંદન પાઠવ્યા હતા. NSUI હંમેશા વિદ્યાર્થીઓના પ્રશ્નોથી લઇ વિદ્યાર્થીઓના મનોરંજન અને તેમનામાં રહેલું ટેલેન્ટ બહાર લાવવા અને તેમને પ્રોત્સાહિત કરવા હમેંશા જુદા જુદા કાર્યક્રમો કરતુ આવ્યું છે.