દર વર્ષની જેમ આ વર્ષે પણ અષાઢી બીજના દિવસે પોરબંદરના સુદામા ચોકમાં આવેલા જગન્નાથજીના નિજ મંદિરથી બપોરના સમયે રથયાત્રા નીકળી હતી. જેમાં મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. આ રથયાત્રામાં 100 વર્ષ જુના સીસમના રથમાં જગન્નાથજી બલભદ્ર અને સુભદ્રા સાથે નગર ચર્યાએ નિકડ્યા હતા. ત્યારે રથયાત્રામાં પ્રસાદ રૂપે ફણગાવેલા મગ અને ચણા ભક્તજનોને આપવામાં આવ્યા હતા.
આ યાત્રામાં કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે કડક ચુસ્ત બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. આ રથ યાત્રા જગન્નાથજીના નિજ મંદિરથી નીકળી માણેકચોક થઈ શીતલા ચોક અનેત્યાથી હનુમંગુફા પોલીસ ચોકી થઈને નિજ મંદિર પરત ફરી હતી.