ડ્રગ્સના સેવનને અટકાવવાના સંદેશ માટેની આ રૅલી વહેલી સવારે 6 વાગે યોજાઇ હતી. જેથી મોટાભાગના લોકો સુધી આ સંદેશો પહોંચી શક્યો ન હતો. આ ઉપરાંત, રૅલી બાદ ડ્રગ્સ અંગેની જાગૃતિ માટે સેમિનારનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. પરંતુ આ સેમિનાર માત્રને માત્ર કોસ્ટગાર્ડના જવાનો માટે જ હોય તો અન્ય લોકો કઈ રીતે જાગૃત થઈ શકે તે અંગે તર્કવિતર્ક પણ સર્જાયા હતા.
આમ તો ગુજરાતનો વિશાળ દરિયા કિનારો અનેક રીતે ઉપયોગી છે. પરંતુ આ દરિયા કિનારોનો પણ દુરઉપયોગ પણ થઈ રહ્યાં છે. જેમાં ભારતભરમાં સપ્લાય કરવામાં આવતુ ડ્રગ્સ ગુજરાતના પોરબંદર તેમજ કચ્છ અને આસપાસના દરિયા કિનારાઓમાંથી મોટી માત્રામાં ભૂતકાળમાં ઝડપાયા છે. જે ઇરાન તેમજ પાકિસ્તાન સાથે ભારતમાં જ રહેલા લોકો દ્વારા ડ્રગ્સનું નેટવર્ક ચલાવવામાં આવી રહ્યું છે.
મુંબઈ, દિલ્હી, સહિત અનેક મોટા શહેરોમાં ભારતનું ભાવિ એવા યુવાનોને ડ્રગ્સના રવાડે ચડાવી તેનું જીવન નષ્ટ કરવામાં આવે છે. આથી ડ્રગ્સનું સેવન ન કરવા અંગેની જાગૃતિ માટે સ્કૂલો અને કૉલેજોમાં આ અંગે વધુ યુવાનોને ખાસ આ બાબતે સાવચેત કરવા માટે વધુ સેમિનારોનું આયોજન કરવા જોઈએ.
આ ઉપરાંત, ગુજરાત દરિયા કિનારેથી ભૂતકાળમાં 4200 કરોડ તેમજ 500 કરોડ સુધીના ડ્રગ્સના જથ્થાને કોસ્ટ ગાર્ડ દ્વારા ઝડપી લેવામાં સફળતા મળી છે. તેમ છતાં મુંબઈ સહિતના મોટા શહેરોમાં હજુ પણ ડ્રગ્સ માફિયાઓ દ્વારા ડ્રગ્સની હેરાફેરી થઈ રહી છે. જે ક્યારે અટકશે તે જોવાનું રહ્યું.