પોરબંદરઃ 8 જાન્યુઆરીના રોજ પોરબંદરના સમુદ્રમાંથી ભારતમાં ઘૂસણખોરી કરતા (India-Pakistan water border)10 પાકિસતાની માછીમારોને એક બોટ સાથે પોરબંદર કોસ્ટ ગાર્ડની અંકિત શિપે ઝડપી(Porbandar Coast Guard ) લીધા હતા. જ્યારે તમામને 10 જાન્યુઆરીએ તમામને પોરબંદર લાવવામાં આવ્યા હતા. આ બાબતે પોરબંદરના એસ પી રવિ મોહન સૈની એ એક પ્રેસ કોંફરન્સ યોજી હતી.
10 માંથી એક પાકિસ્તાની નાગરિક સગીર વયનો
10 જાન્યુઆરીના રોજ પોરબંદરમાં (India water border bot )લાવવામાં આવેલ 10 પાકિસ્તાની માછીમારો માંથી એક પાકિસ્તાની નાગરિક સગીર વયનો હોવાનું પોરબંદરના એસ પી રવિ મોહન સૈનીએ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓની પાસેથી એક મોબાઈલ જીપીએસ અને માછલીનો જથો મળી આવ્યો છે. પરંતુ બીજી કોઈ શંકાસ્પદ વસ્તુ બરામદ થઈ નથી હજુ સુરક્ષા એજન્સીઓ અને સ્નિફર ડોગ તથા ડ્રગ્સ ડીટે કટર દ્વારા શંકાસ્પદ વસ્તુઓ અંગે ચેકીંગ હાથ ધરશે.
કોરોના રિપોર્ટ આવશે ત્યાર બાદ રિમાન્ડની માંગ
આ તમામ પાકિસતાની માછીમારો વિરુદ્ધ નવી બંદર પોલીસ મથકે ઘુસણખોરીની ફરિયાદ નોંધાય છે. તમામનો આર ટી પીસી આર ટેસ્ટ ગઈ કાલે કરવામાં આવ્યો હતો, આજરોજ તેનો કોરોના રિપોર્ટ આવશે ત્યાર બાદ રિમાન્ડની માંગ માટે કોર્ટમાં લઈ જવામાં આવશે તેમ પોરબંદરના એસપી રવિ મોહન સૈની કહેવું છે.
આ પણ વાંચોઃ Gujarat Weather Update : સમગ્ર રાજ્યમાં ઠંડીનો ચમકારો, 16 જાન્યુઆરી બાદ હવામાનમાં આવશે પલટો
બે વર્ષમાં ઘૂસણખોરી કરતા 4 પાકિસ્તાની બોટ અને 37 માછીમારો ઝડપાયા
2021 માં 3 બોટ અને 27 માછીમારો અને 2022 માં 1 બોટ અને 10 માછીમારો ભારતીય જળસીમા માં ઘૂસણખોરી કરતા ઝડપાયા છે તેમ એસ પી રવિ મોહન સૈની એ જણાવ્યું હતું આ ઉપરાંત પોરબંદર ના દરિયા કિનારા માં પેટ્રોલીંગ પણ વધારવામાં આવ્યું છે અને પોરબંદર ના અસમાંવતી ઘાટ પાસે સ્નિફર ડોગ સાથે ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Bhavnagar Love Jihad case 2022 : ભાવનગરમાં લવ જેહાદ બનાવની ચર્ચા પણ સત્ય શું ? જાણો શું બનાવ